• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આત્મીય કોલેજ રાજકોટ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયમ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરાયું*

ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયામ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે. જે પ્રથમ શાખા સ્તરે અને ત્યારબાદ પ્રાંત સ્તરે યોજવામાં આવે છે. મોરબી શાખામાં વિજેતા થયેલ નવયુગ સંકુલની ટીમ એ તા. ૦૨-૧૦-૨૦૨૨, રવિવારનાં રોજ આત્મીય કોલેજ-રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં મોરબીનું પ્રતિનીધીત્વ કરેલ. અલગ-અલગ શાખાઓમાંથી ટોટલ ૨૦ જેટલી ટીમ અને અંદાજે ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં નવયુગ સંકુલની ટીમએ દ્વિતીય સ્થાને વિજેતા થઈને મોરબીને ગૌરવ અપાવ્યું છે. ભારત વિકાસ પરિષદ-મોરબી શાખાનાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનાં સંયોજકશ્રી-ધ્રુમિલભાઈ આડેસરા, સહસંયોજકશ્રી-હિંમતભાઈ મારવણીયા તેમજ સંગઠન મંત્રી-દિલીપભાઈ પરમાર એ સ્પર્ધામાં હાજર રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. નવયુગ સંકુલની ટીમનાં સંગીત શિક્ષક શ્રી તુષારભાઈ પૈજાએ બાળકોને સ્પર્ધા માટે તૈયાર કરવા માટે ભારે જહેમત ઉઠાવેલી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી કરવામાં આવી*

editor

*ડીસા જલારામ મંદિરે ભોજન સેવા માટે સવા લાખ રૂપિયાનો ચેક અર્પણ કરતા જલારામ ભકત શશીકલાબેન મધુસુદનભાઈ પઢિયાર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: આયુષ હોસ્પિટલ માટે ગર્વનીઘડી:𝐍𝐀𝐁𝐇: નુ પ્રમાણપત્ર હાસિલ કર્યું*

editor

Leave a Comment