• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં તસ્કરોનો તરખાટ: શીવમંડપ સર્વીસના ગોડાઉનમાંથી રૂ.1.68 લાખના મતામાલની ચોરી* 

મોરબી: મોરબીમાં તસ્કરો હાહાકાર મચાવી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. મોરબીના લાતી પ્લોટમાં આવેલ શીવમંડપ સર્વીસના ગોડાઉનમાંથી રૂ.૧,૬૮,૭૫૦ના માલમતાનો તસ્કરો હાથફેરો કરી ગયા છે. જેથી ચોરીના વધતા બનાવોથી વેપારીઓ સહિતના લોકોની માલમતા ચોરાઈ રહી છે. તેથી પોલીસે હવે બેફામ બની રહેલા તસ્કરો સામે લાલ આંખ કરવાની જરૂર છે. તેમજ પોલીસે હવે એક્શનમાં આવી તસ્કરો પર સકંજો કસવો જોઈએ.

 

મળતી માહિતી મુજબ મોરબી રવાપર રોડ ઘુનડા ક્રિષ્ના સ્કુલની સામે વેલકમ પ્રાઈઝ -સી બ્લોક નં -૫૦૨ માં રહેતા પ્રવીણભાઈ હંસરાજભાઇ રંગપરિયાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭- ૦૯- ૨૦૨૨ થિ ૨૮-૦૯-૨૦૨૨ ની વચ્ચે કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ ફરીયાદીના મોરબીમાં લાતી પ્લોટમાં આવેલ શીવમંડપ સર્વિસના ગોડાઉનમાં અપપ્રવેશ કરી શટરના તાળા ખોલી ગોડાઉનમાંથી મંડપ સર્વિસની અલગ-અલગ વસ્તુઓ કિં.રૂ.૧,૬૮,૭૫૦ ના માલમતની ચોરી કરી લઇ ગયા હોવાની પ્રવીણભાઈએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસ મથકમાં બકરી તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ મળી*

editor

*વાંકાનેર ના ઢુવા થી મકનસર સુધી ટ્રાફિક જામ ટ્રાફિક સેન્સનો અભાવ પોલીસ તંત્ર ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત વાહનચાલકો પરેશાન!*

Hello Morbi

*મોરબીની સોની બજારમાં રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા એ લોકોને પાઠવી દિપાવલીની શુભેચ્છાઓ ઠેર ઠેર લોકો દ્વારા રાજ્યમંત્રીનું સન્માન સ્વાગત કરાયું*

Hello Morbi

Leave a Comment