• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાકાનેરના પેટ્રોલ પંપમાં લુંટના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે પેરોલ ફલોસકવોડ ની ટીમે ઝડપી પકડાયો*

મોરબી તા ૧૨: મોરબી પેરોલ ફર્લો સ્કવોડ, એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે વાકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલ પંપ થયેલ લુંટ-ધાડના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ગાંધીનગર પાસેથી આરોપીને દબોચી લઈને વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કર્યો હતો.

મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા,ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળી હતી કે કે, વાકાંનેર તાલુકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલપંપ પર થયેલ ધાડ-લુંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી બાકુ ઉર્ફે મગન ઝાપડા ડાંગી (રહે. વાગવા તા.રાણાપુર જી.જાંબુઆ એમ.પી) વાળો ગાંધીનગર ખાતે છે જે ચોકકસ હકીકત આધારે પેરોલ ફર્લો સ્કવોડના માણસોની ટીમ બનાવીને ગાંધીનગર ખાતે મોકલી તપાસ કરીને આરોપી બાકુ ઉર્ફે મગન ઝાપડા ડાંગીને ગાંધીનગરના પાલજ ગામની પાસે આવેલ નાયપર ફાર્મા નવી બનતી કંપની ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાકાંનેર તાલુકા પોલીસને સોપી આપેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી સિરામિક ઉદ્યોગમાં એલપીજી ના વપરાશ અંગે સલામતીના ભાગ રૂપે સેમિનાર યોજાયો*

editor

*ધ્રોલ એસ ટી ડેપો ના કર્મચારી ની પ્રમાણિકતા સામે આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીજલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 𝟒𝟎𝟗 મા ગુરૂવારે ભજનમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ*

editor

Leave a Comment