• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી (આમરણ વાળા)પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૯૮ દર્દીઓએ લાભ લીધો*

*પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રઘુવંશી અગ્રણી દીપકભાઈ ભોજાણી, હર્ષદભાઈ પંડિત સહીત ના અગ્રણીઓની ઉપસ્થિતિ મા નેત્રમણી કેમ્પ યોજાયો*

 

*અત્યાર સુધી ના ૧૧ કેમ્પ મા કુલ ૩૬૮૮ લોકોએ લાભ લીધો.*

 

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૭-૨૦૨૨ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૧૯૮ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૯૭ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા મા આવ્યા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યા હતા. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

પ્રવર્તમાન માસ નો કેમ્પ સ્વ. હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી (આમરણ વાળા) પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૦ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૩૪૯૦લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૧૫૫૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૧૯૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૯૭ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા મા આવ્યા.

કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ

મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*HELLO MORBI: આમરણ ચોવીસીની ભગીરથ ફાર્મ ની વિખ્યાત ખારેકના વેપારનો આજથી શુભારંભ*

editor

*HELLO MORBI:મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે વાલીઓ માટે સેમિનાર યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:તમે પણ અધિકારી બની શકો છો!!!* *નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો સેમિનાર યોજાયો*

editor

Leave a Comment