• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળિયા (મી)ના ગ્રામ્ય વિસ્તાર માં ખેતમજૂરી કરતા પરિવારની ૧૪ વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાય*

માળીયા: તા ૨૩ મોરબી ના મિયાણાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની ૧૪ વર્ષની સગીર પુત્રીને ત્યાં જ વાડીમાં ખેત મજૂરીકામ કરતા હવસ ખોર ઢગાએ હવસનો શિકાર બનાવી હોવાનું પર્દાફાશ થયો જેમાં ખેતમજૂરી કરતી આ દીકરીને ઘરે મુકવાના બહાને લઈ જઈ રસ્તામાં નરાધમે તેણી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરી ના કલાકો માજ આરોપીને ઝડપી લીધો હતો.                  પોલીસે જાણકારી આપેલ વિગત મુજબ આરોપી ભરતભાઇ નારણભાઈ સુરાણી ઉ.વ ૪૯ એ જીરું વાવેતર કરવા માટે અધિયારું ખેતર રાખ્યું હોય પણ ખેતમજૂરી માટે શ્રમિકની જરૂર પડતા તેણે ગત તા.૨૧ ઓક્ટોબરના રોજ બહારના પરિવારની એક ૧૪ વર્ષની દીકરીને તેના ઘરેથી ખેતરે ખેતમજૂરી કરવા લઈ ગયો હતો. આ સગીરાએ આખો દિવસ ખેતરમાં મજૂરી કામ કર્યા બાદ આરોપીને ઘરે જવાનું કહેતા આરોપી એવા નરાધમે પુત્રી જેવડી ઉમરની આ ૧૪ વર્ષની દીકરી પર નજર બગાડી તેણીની એકલતાનો લાભ લઇ હવસનો શિકાર બનાવી હતી. હવસ સંતોષી લીધા બાદ આ નરાધમે સગીરાને આ વાતની કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપીને તેણીને ઘરે મૂકી આવ્યો હતો. પણ સગીરાએ હિંમત કરીને પોતાના ઉપર દુષ્કર્મ કર્યું હોવાની તેના મામાને જાણ કરતા મામાએ તુરત જ માળીયા પોલીસના ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ ફિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

Related posts

*HELLO MORBI: પડધરી ના પત્રકાર જે સી ગોહેલ ની પુત્રી રિદ્ધિ નો આજે જન્મદિવસ*

editor

*જલારામ સત્સંગ મંડળ દ્રારા ટેટોડા ગૌશાળાને અર્પણ કરાયા રૂપિયા ચાર લાખ* 

Hello Morbi

*મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે નગર પાલિકાના સફાઈ અભિયાનને વેગ પકડ્યો*

Hello Morbi

Leave a Comment