• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કેબીસી-જુનીયર્સમાં અમીતાભ બચ્ચન સાથે ટંકારાનાં જબલપુરની દિકરી રિધમ ચમકશે*

મોરબી : મુળ ટંકારા તાલુકા જબલપુર અને હાલ રાજકોટ રહેવાશી નિલેશભાઇ મગનભાઇ કામરીયાની ફક્ત ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી રિધમ (ઉમર વર્ષ:૦૯) સમગ્ર દેશમાં ખુબ ખ્યાતી મેળવેલ અને અમીતાભ બચ્ચન દ્વારા યજમાનીત કાર્યક્રમ કોન બનેગા કરોડપતી-જુનીયર્સમાં આગામી સોમવારથી ગુરુવાર (તારીખ:૧ર થી ૧૫ ડિસેમ્બર-૨૦૨૨) દરમ્યાન સોની ટીવી પર જોવા મળશે.

રીધમ નાનપણથી જ તેમના દાદા સ્વ. ટપુભાઇ કામરીયાની જેમ વાંચવાની શોખીન છે. તેણીએ વિતેલા કોરોનાકાળમાં બસોથી પણ વધુ પુસ્તકો વાંચ્યા છે. હાલ પણ રીધમ માઇન્ડ ગેમ, ઇનોવેટીવ અને સાયન્ટીફીક-શો તથા વાંચનમાં વિશેષ રૂચી ધરાવે છે. કાર્યક્રમ દરમ્યાન અમીતાભ બચ્ચનની હાજરીમાં રમત રમતા, મસ્તી કરતા અને ફાસ્ટેસ્ટ ફીંગર ફર્સ્ટ દરમ્યાન સોમથી ગુરુવાર સુધી રીધમની હાજરી જોવા મળશે. રીધમને આ ખ્યાતનામ કાર્યક્રમ સુધી પહોંચાડવામાં અને પોતાની બાળકીને પ્રોત્સાહીત કરવા જાત ઘસી તેની માતા અલ્પાબેન દ્વારા વિશેષ જહેમત ઉઠાવેલ છે.વધુમાં રિધમ ટંકારા પંથકમાં ખ્યાતી પામનાર થાઇલેન્ડ જામફળ પકવનાર મગનભાઇ તથા ગૌરીબેનની જ પૌત્રી છે. ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા તેમના નાના દાદી છે. બાળકોને ટીવી તથા મોબાઇલમાં ન જોવાની અને ન શીખવાની બાબતોથી દુર રાખવા અને વિશેષ, ધાર્મીકતા અને યોગ દ્વારા જો બાળકોને તેમના વાલીઓ થોડો પણ નિયમીત સમય આપે તો દરેક બાળકમાં કોઇ પણ ઉંચાઇએ પહોંચવાની શક્યતાઓ નકારી શકાતી નથી તેવું રિધમના અદા ભરતભાઇએ જણાવ્યુ હતું. રિધમનું કોન બનેગા કરોરપતી-જુનીયર્સનાં ટોપ ટેનમાં પસંદગી થતા જબલપુર ગામ તથા સમગ્ર કામરીયા પરીવાર માટે ગૌરવની લાગણી છવાઈ છે અને આ વિસ્તારનાં દરેક લોકો તરફથી રિધમને હાર્દીક અભીનંદન અપાઇ રહ્યા છે.*અહેવાલ નેમિષ સેજપાલ*

Related posts

*મોરબી ના રફાળેશ્વર નજીક ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલા પેટ્રોલ પંપ પાસે બંધ પડેલા આઇસર માંથી મોરબી તાલુકા પોલીસની ટીમે દારૂ નો મોટો જથ્થો જપ્ત કર્યો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સીટી બી ડિવિઝન વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલથી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

editor

*HELLO MORBI NEWS: જાંબુડિયા ખાતેની આરટીઓ કચેરીમાં બિન અધિકૃત વ્યકિતના પ્રવેશ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ*

editor

Leave a Comment