• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: માળીયા (મીયાણા) ના હરીપર ગામે અગરિયાઓના લાભાર્થે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો*

 

*માળીયા મી.ના હરીપર ગામે અગરિયાઓ ના લાભાર્થે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો*

માળીયા (મી.) હરીપર આંગણવાડી ખાતે અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ હેલ્થ યુનિટ માળીયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ,પ્રસુતિની તપાસ,મલેરીયાની તપાસ,બીપી તપાસ,હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી.આ કેમ્પમાં 223 જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમજ ન્યુરોસર્જન ,ઓર્થોપેડીક સર્જન,કાડિયોલોજી,જનરલ સર્જન,યુરો સર્જન આયુષ હોસ્પિટલની અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભટ્ટી સાહેબ ,એમ.એચ. યુ.મેડિકલ ઓફિસર ડો. પ્રીતિબેન,એમ.પી.એચ.ડબલ્યુ અશ્વિન ઓગણજા તથા એમની ટીમ અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો.

Related posts

*HELLO MORBI:મોરબીમાં મેટલ પાથરી પેચ વર્ક કરી મોરબી સનાળા રોડ રીપેર કરાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા તથા 𝐈𝐌𝐀 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) મોરબી દ્વારા વિધાર્થીઓ માટે હીમોગ્લોબીન્ તેમજ બલ્ડગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો*

editor

*મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રેમડીસીવિર ઇંજેક્શન ઉપલબ્ધ*

Hello Morbi

Leave a Comment