• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: નેસડા (ખા) પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા નું આયોજન થયું*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

તા.૨૦/૧૨/૨૦૨૨
આજ રોજ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સયુંકત ઉપક્રમે નેસડા(ખા) ખાતે આવેલી શ્રી નેસડા(ખા) પ્રાથમિક શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરણ ૫ થી ૮ ના કુલ ૫૪ બાળકોએ ભાગ લીધેલ, અને પોતાની આવડત મુજબ વ્યસન ની જાગૃતિ દર્શાવતા વિવિધ આબેહુબ ચિત્રો દોરવામાં આવેલ, સ્પર્ધામાં પ્રથમ નંબર પર ભાડજા આરવ,તથા દ્રિતીય ક્રમ પર કાખિમી વિજય, તથા તૃતીય નંબર પર માકાસણા કાવ્યાએ મેળવ્યો હતો , વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન ની જાગૃતિ અંગે , વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં શાળા આરોગ્ય, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ, પી.એચ.સી. નેસડા ના મેડીકલ ઓફિસર ડો.વામજા સાહેબ, આર.બી.એસ.કે. ડો. વિશાલ તેરૈયા,પી.એચ.સી. સુપરવાઈઝર ગોસાઈભાઈ, પણ હાજર રહેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલ અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.

Related posts

FARMERS PROTEST: સરકાર સાથે વાતચીતની ઓફર પર કિસાન આજે લેશે નિર્ણય

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મનપા દ્વારા મિલેટ મહોત્સવ તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ એલ. ઈ. કોલેજ ખાતે યોજાશે*

editor

*HELLO MORBI:ટંકારા:બેટી બચાવો બેટી પઢાઓ અંતગર્ત કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment