• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાધનપુર સુરભી ગૌશાળા ભાગવત સપ્તાહનું નિમંત્રણ કાર્ડ જલારામ મંદિર ડીસાને અર્પણ કરાયું*

રાધનપુર સુરભી ગૌશાળા ભાગવત સપ્તાહનું નિમંત્રણ કાર્ડ જલારામ મંદિર ડીસાને અર્પણ કરાયું
સુરભી ગૌશાળા રાધનપુર દ્રારા અનોખી તેમજ પ્રેરણાદાયી ગૌસેવા થાય છે.આ ગૌશાળાના અતિ સમર્પિત ગૌસેવકો દ્રારા નંદી સંરક્ષણ ધામ-નંદી શાળા બનાવવાનું મહા આયોજન છે.આ નિમિતે તારીખ 3-1-2023 પોષ સુદ 12 મંગળવાર થી તારીખ 9-1-2023 પોષ વદ 2 સોમવાર સુધી આંતરરાષ્ટ્રીય કથાકાર ભરતભાઈ રાજગોર-શાસ્ત્રીજીના વ્યાસાસને રાધનપુર ખાતે દિવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભાગવત કથા માટે સમગ્ર ગુજરાત,ભારત અને વિદેશોમાં પણ આમંત્રણ અપાઈ રહેલ છે.રાધનપુરના ગૌસેવકો ભાવેશભાઈ ઠકકર,સુનીલભાઈ ઠકકર તેમજ જીગરભાઈ જોષી ડીસા ખાતે નિમંત્રણ આપવા પધારતાં તેમણે જલારામ મંદિર ડીસા ખાતે ગુરૂવારે દર્શનનો લાભ લઈ આમંત્રણ કાર્ડ પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં ધર્યું હતું.ત્રણેય ગૌસેવકોનું જલારામ દર્શન ગ્રંથ તેમજ જલારામ બાપાના મોમેન્ટોથી દબદબાભેર સન્માન કરાયું હતું.આ દિવ્ય અવસરે શારદાબેન આચાર્ય,ચારૂબેન બી.ઠકકર,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ભગવાનભાઈ બંધુ,પૂજારીજી,પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ ઠકકર,મીનાબેન ઠકકર,પ્રકાશભાઈ કાનાબાર સહિત સૌ જલારામ ભકતોએ સહર્ષ આમંત્રણ સ્વિકારી ભાગવત કથાની શુભેચ્છાઓ પાઠવી હતી.જલારામ સત્સંગ મંડળ તેમજ જલારામ સેવા મંડળને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.જલારામ સત્સંગ મંડળ ડીસા વતી ભાગવત સપ્તાહમાં રૂપિયા 51000/- ની નંદી સંરક્ષણ સેવા અર્પણ કરવામાં આવી હતી.

Related posts

*ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:ડીસા જલારામ મંદિરે પાણીની પરબનો કરાયો શુભારંભ*

editor

*સૌરાષ્ટ્ર ના સાવજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ની ૩જી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

Hello Morbi

Leave a Comment