• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાનો બાળકવિ લીંબડિયા વિક્રમ સંજયભાઈ રાજ્ય કક્ષાએ છવાઈ ગયો*

*શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર, સાબરકાંઠા આયોજિત રાજ્ય કક્ષાનાં કલા ઉત્સવમાં યાદગાર અને અવિસ્મરણીય અને ગૌરવપૂર્ણ ક્ષણો.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાનો બાળકવિ લીંબડિયા વિક્રમ સંજયભાઈ રાજ્ય કક્ષાએ છવાઈ ગયો….રાજ્ય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરતા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તૃતીય નંબર સાથે શિલ્ડ ,બે હજાર રુપિયા પુરસ્કાર, સન્માન પત્ર અને એક સુંદર બેગ સાથે સન્માનિત કરવામાં આવ્યો….ખૂબ પ્રતિભાવંત આ બાળકને ચાચરિયા શાળાના નખશિખ કર્મઠ અને અનેક એવોર્ડ થકી સમગ્ર ગુજરાતનુ ગૌરવ એવાં શ્રી પ્રવીણભાઈ ખાચર સાહેબે તૈયાર કરી એક અંતરિયાળ બાળકને રાજ્ય કક્ષાએ ઝળહળતો કરી એક ઉત્તમ શિક્ષક કર્મ નિભાવ્યું છે….આ નાનકડા બાળકવિએ અવિરત સુંદર પ્રદર્શન કરતાં સમગ્ર બોટાદ જિલ્લાનું નામ ગુજરાત રાજ્યમાં રોશન કર્યું છે…બાળકવિ લીંબડિયા વિક્રમ અને માર્ગદર્શક શ્રી પ્રવીણભાઈ ખાચરને ખોબલે ખોબલે અભિનંદન

Related posts

*HELLO MORBI NEWS:જીવનદર્શન* *પરોપકારથી નિજાનંદ માણી સતત પ્રેરણાદાયી સેવાકાર્યો કરતા હારિજના શ્રી અંબાલાલ નરભેરામભાઈ અખાણી ઠક્કર*

editor

*શાપર-વેરાવળમાં સેવા કાર્યોની જગાવતા રાજ રેસ્ટોરન્ટના રવિભાઈ કારીયા*

Hello Morbi

*ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૨૦૬૪ તથા બોલેરો પીકઅપ સાથે મળી કુલ કિ.રૂ.૯,૦૮,૦૦૦/- ના મુદામાલ ઝડપી પાડી પ્રોહિ નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ઉના પોલીસ ટીમ*

Hello Morbi

Leave a Comment