• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તા ૧૯ મીએ પાંચ ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાશે*

મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હળવદના પ્રકાશભાઈ વરમોરા તેમજ કાલાવાડના મેઘજીભાઈ ચાવડાનું ભવ્યાતિભવ્ય અદકેરું સનમાન થશે

મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા તા.૧૯ ને ગુરુવારે પાંચ ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાશે.જેમાં મોરબી નજીક શનાળા પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું ભવ્યાતિભવ્ય સન્માન કરાશે.

મોરબી જિલ્લાના ચારેય ભાજપના ઉમેદવારોએ ભવ્ય જીત મેળવીને ધારાસભ્ય બન્યા છે.જો કે મોરબી જિલ્લો સીરામીક સહિતના ઉધોગોને કારણે ઔદ્યોગિક રીતે સમૃદ્ધ છે. તેથી મોરબી ઉધોગ જગતના વિકાસ અને દરેક પ્રશ્ને સરકાર અને ધારાસભ્યો હકારાત્મક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહે છે. તેથી મોરબી સીરામીક એસોસિએશન અને મોરબી જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન દ્વારા આગામી તા.૧૯ને ગુરુવારે બપોરે ૩-૩૦ કલાકે શનાળા પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે નવા ચૂંટાયેલા મોરબી સીટ પરના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, જાણીતા ઉધોગકાર સવજીભાઈ ધોળકિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Related posts

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના સોનાના દાગીના બનાવનાર સોની કારીગર દ્રારા આચરેલ વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનાના કામનો છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*મોરબીના દુર્ઘટના ગ્રસ્ત ઝુલતાપુલની મુલાકાત લેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત જિલ્લાકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો*

editor

Leave a Comment