
જલારામ મંદિર ડીસા ખાતે વિવિધ સંસ્થાઓનું કરવામાં આવેલ શાનદાર સન્માન
અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી સતત ધમધમતું ડીસાનું જલારામ મંદિર નગરની સેવાભાવી, સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓના પદાધિકારીઓનું સન્માન કરીને તેમને વધારે પ્રોત્સાહિત કરે છે.
પારકર લોહાણા સમાજના તાજેતરમાં નવા વરાયેલા પ્રમુખ નવીનભાઈ ઠક્કર (પૂર્વ સરપંચ દાંતીવાડા), મંત્રી ધનજીભાઈ સોનઘેલા,પારકર યુવક મંડળ ડીસાના પ્રમુખ ચિરાગભાઈ સોનઘેલા, મંત્રી હિતેશભાઈ તન્ના, લોહાણા પ્રગતિ દેશી યુવક મંડળ ડીસાના મંત્રી ગોપાલભાઈ ઠક્કર,પારકર મહિલા મંડળ ડીસાનાં પ્રમુખ અંજુબેન કારિયા સહિત ચારેય સંસ્થાઓના વિવિધ હોદેદારો ગત ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના મંદિર ડીસા ખાતે દર્શન તેમજ આશીર્વાદ માટે પધારતાં જલારામ મંદિર ડીસા દ્રારા તમામ હોદ્દેદારો તેમજ ઉપસ્થિત સભ્યોનું ફૂલછડી અને સાલથી દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માનિત હોદ્દેદારોએ પોતપોતાના પ્રતિભાવ આપી સમાજની ઉમદા સેવા કરવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી.જલારામ મંદિર ડીસાના સેવકો કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, દીલીપભાઇ રતાણીએ પણ પોતાના પ્રવચન થકી સૌ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ દિવ્ય અવસરે આનંદભાઈ પી ઠક્કર, કમલેશભાઈ રાચ્છ, દેવચંદભાઈ એન.ઠકકર,અશોકભાઈ ઝાબડિયા, વિપુલભાઈ પલણ, ડાયાભાઈ જોબનપુત્રા,ગૌરવભાઈ પૂજારા,ઋષભભાઈ ઠક્કર, ભાવેશભાઈ જોબનપુત્રા,પિયુષભાઈ ગટા,જીગ્નેશભાઈ તન્ના, પ્રતાપભાઈ કક્કડ,હાર્દિકભાઈ ઠક્કર, અનિકેત ઓઢાવાળા, ધવલભાઈ ઠક્કર, પ્રિયંકાબેન તન્ના,તન્વીબેન ઠક્કર સહિત ખૂબ જ મોટી સંખ્યામાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
