• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વેરાવળના ડોક્ટરને મરવા મજબુર કરનારા ઈસમોને બેનકાબ કરી આરોપીઑને સખત નશ્યત પહોચાડવા ટંકારામાં આવેદનપત્ર પાઠવાયુ*

વેરાવળના ડોક્ટરને મરવા મજબુર કરનારા ઈસમોને બેનકાબ કરી આરોપીઑને સખત નશ્યત પહોચાડવા ટંકારામાં આવેદનપત્ર પાઠવાયુ.

તાજેતરમા વેરાવળના નામાંકિત ડોક્ટરે ભરેલા આત્મઘાત ના અંતિમ પગલા પાછળ સંડોવાયેલા ચમરબંધીને બે નકાબ કરી કાયદાના પાઠ ભણાવવા ટંકારા લોહાણા મહાજને માંગણી ઉઠાવી હતી.

ટંકારા લોહાણા મહાજનના લેટરહેડ પર ટંંકારાના સૌરાષ્ટ્ર રઘુવંશી ક્રાંતિમંચના ઉપપ્રમુખ ભાવિન સેજપાલ, ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા, રઘુવંશી યુવક મંડળના ઉપપ્રમુખ પ્રશાંત સેજપાલ, રામધામના રિતેશ કક્કડ સહિતના લોહાણા સમાજના મિત્રોએ ટંકારા મામલતદાર કેતનભાઈ સખીયાને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.આવેદનમા જણાવ્યા પ઼માણે તાજેતરમા વેરાવળના નામાંકિત ડોક્ટર અતુલભાઈ ચગે ઓચિંતા આત્મઘાતી પગલુ ભરી મોત વહાલું કર્યું હતુ. અકાળે અંતિમ વાટ પકડનાર ડોક્ટર મોત પાછળ રહસ્ય ઘુટાઈ રહ્યુ છે. તેઓને મોત સુધી દોરી જનારા ઈસમોને બે નકાબ કરી રહસ્ય નો પડદો ઉંચકવા માંગણી કરવામા આવી હતી. તબીબના મોત થી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના લોહાણા સમાજે આંચકો અનુભવ્યો છે. લોહાણા સમાજ કાયમ સરકાર પક્ષે ઉભો રહ્યો છે. તો સરકાર શબ્દ સમાજના કપરા સમયે ન્યાય આપે એવી ફરી માંગણી ઉઠાવી તબીબના અઘટીત પગલાથી શોક વ્યક્ત કરી દરેક સમાજમાં મરતબો ધરાવતા તબીબ દરજ્જાના સરળ સ્વભાવના મોભાદાર વ્યક્તિ આપઘાત કરે એ ડોક્ટર ને નજીકથી ઓળખનારા કોઈને ગળે ઉતરતુ નથી ત્યારે સમાજના નામાંકિત તબીબ ને મોત સુધી દોરી જનારા શખ્સો જે કોઈ હોય તેને સખ્ત નસીયત પહોંચ એવી દાખલારૂપ તટસ્થ તપાસ અને કાર્યવાહી કરવા રાજ્યના ગૃહમંત્રી ને અંતમાં અપીલ કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:ધાંગધ્રા:દરિયાલાલ મંદિર નરશીપરા ખાતે બીજ ની ઉજવણી કરાઈ*

editor

*અફઘાનીસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ જામનગર ખાતે પહોંચ્યું વિમાન* *ભારતીયોને વતન પરત લાવવાના મિશન પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સતત મોનીટરીંગ* *વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ*

Hello Morbi

*મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું*

Hello Morbi

Leave a Comment