• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બહાદુરગઢના પાટીયા પાસે થયેલ ચીલઝડપ ના ગુન્હામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બહાદુરગઢના પાટીયા પાસે થયેલ ચીલઝડપ ના ગુન્હામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૦૯/૦૩/૨૦૨૩
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા જે અન્વયે શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ જિજ્ઞાસાબેન કણસાગરા તથા પો.હેડકોન્સ. જયેશભાઇ વાઘેલા તથા પો.કોન્સ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકા પો.સ્ટે એ પાર્ટ .ગુ.ર.નં.૧૨૮૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ- ૩૭૯(ખ), ૧૧૪ મુજબના કામનો નાસતો ફરતો આરોપી દીલીપ માનસિંગ ઓડીયા ઉ.વ.૩૩ જાતે,અનુ જનજાતી રહે.મુળ ખાકરીયા જીરી, દતી ગામ તા.સરદારપુર જી.ધાર એમ.પી.વાળાને આજરોજ તા.૦૯/૦૩/૨૩ ના કલાક ૨૨/૦૦ વાગ્યે મોરબી ઉંચી માંડલ ગામની સીમ તળાવીયા શનાળા રોડ સ્પેસેરા સીરામીક ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મયારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS) શ્રી કે.જે. ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબી જિલ્લાના સિંચાઇ થી વંચિત ગામોને સિંચાઇ નું પાણી મળે તેવી સુવિધા કરો સી એમ ને પત્ર પાઠવી રજુઆત*

Hello Morbi

*વેરાવળ તાલુકાના બોળાસ ગામે માતા-પિતાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો..*

Hello Morbi

*HELLO MORBI: સી.એ. ફાઈનલ ની પરિક્ષા પાસ કરતા અંકિત દેવેન્દ્રભાઈ હિરાણી ને સન્માનિત કરતા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ*

editor

Leave a Comment