• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:છેલ્લા ૧૧ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે. વિસ્તાર માંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

છેલ્લા ૧૧ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે. વિસ્તાર માંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૨૧/૦૩/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ઝુંબેસ રાખવામાં આવેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીનાઓના માર્ગ દર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. આશીફભાઇ રાઉમા તથા સામંતભાઇ છુછીયા નાઓને હકીકત મળેલ કે, મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે.ના ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં-૧૪૬/૧૧ આઇ.પી.સી.કલમ-૩૭૯,૧૧૪ વિ. ના કામના આરોપી મરીયમ ઉર્ફે રેશમાબેન વા/ઓ હાજીભાઇ રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલની પાછળ વાળી હાલે શનાળા બાયપાસ ચોકડી પાસે ઉભેલ છે. સદર હકીકત મળતા મહિલા પોલીસ કોન્સ.ને સાથે રાખી હકીકત વાળી સદરહુ જગ્યાએ તપાસ કરતા નીચે જણાવેલ મજકુર મહિલા આરોપી મળી આવતા તા.૨૧/૦૩/૨૦૨૩ ના કલાક ૧૨/૦૦ વાગ્યે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે. નાફતો ફરતો આરોપી :-
મરીયમ ઉર્ફે રેશમાબેન વા/ઓ હાજીભાઇ ઉર્ફે સલીમ સાઓ હાસમભાઇ સમા જાતે સંધી ઉવ.૪૦ ધંધો ઘરકામ રહે. કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ, નર્મદા હોલની પાછળ ગફુરભાઇ મીયાણાની બાજુમાં મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. કે.આર.કેસરીયા એ.એસ.આઇ સબળસિંહ સોલંકી તેમજ મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા સામંતભાઇ છુછીયા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:ટંકારા :ઓટાળાના અમૃત સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI NEWS: આવતીકાલે તા.૨૮ ફેબ્રુઆરીના રોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળશે*

editor

*સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયોરાજ્ય સરકારના સતત પ્રયાસો થકી છેવાડાનાવિસ્તારો પ્રાથમિક સુવિધાઓથી સજ્જ બની રહ્યાછેસાંસદશ્રીના હસ્તે ૩૨.૯૩ કરોડના ૧૨૭ કામોનું ઈ-ખાતમુહર્ત અને લોકાર્પણ કરાયું*

Hello Morbi

Leave a Comment