• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયોરાજ્ય સરકારના સતત પ્રયાસો થકી છેવાડાનાવિસ્તારો પ્રાથમિક સુવિધાઓથી સજ્જ બની રહ્યાછેસાંસદશ્રીના હસ્તે ૩૨.૯૩ કરોડના ૧૨૭ કામોનું ઈ-ખાતમુહર્ત અને લોકાર્પણ કરાયું*

સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે ખાતમુહુર્ત-લોકાપર્ણનો કાર્યક્રમ યોજાયો હતો.

 

વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કરોડોના વિકાસકાર્યોના ખાતમુહુર્ત લોકાર્પણના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાઈ રહ્યા છે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષ સ્થાને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૩.૧૫ કરોડના ૫૧ કામોનું ખાતમુહુર્ત તથા ૧૯.૭૮ કરોડના ૭૬ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં તાજેતરમાં ૬૦૦ કરોડથી વધુના વિકાસ કામો મંજૂર થયા છે. છેવાડાના વિસ્તારો સુધી લોકોને સુખ સુવિધા કઈ રીતે પ્રાપ્ત થાય એના માટે ભુપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળની રાજ્ય સરકાર સતત ચિંતિત છે.

સિંચાઈ, ગટર વ્યવસ્થા, રોડ રસ્તા, વિજળી, શાળા વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓથી ગામડાઓને સજ્જ બનાવવામાં આવી રહ્યા છે. આજે ડિજીટલ યુગના પ્રારંભ થકી દરેક લાભાર્થીના વિવિધ યોજનાઓના લાભ સીધા તેમના ખાતામાં જમાં થઈ જાય છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વણથંભી વિકાસયાત્રા થકી જ્યાં નજર કરો ત્યાં જન કલ્યાણના વિકાસ કાર્યો જ નજરે પડે છે. વધુમાં તેમણે આ વિકાસયાત્રામાં સૌને ભાગીદાર બનવા અપીલ કરી હતી.

 

આ તકે સર્વે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના વિવિધ વિભાગ હેઠળના ૩૨.૯૩ કરોડના ૧૨૭ વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબિયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

 

આ પ્રસંગે સૌ ઉપસ્થિતોએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલો રાજ્યકક્ષાનો કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.

 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા, મોરબી નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પ્રવિણભાઈ સોનગ્રા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી હીરાભાઈ ટમારીયા, અગ્રણી સર્વશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, રાકેશભાઈ કાવર, કાનજીભાઈ ચાવડા સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:માળીયા મીયાણા પો સ્ટેના ચીટીંગના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

લગ્ન સમારોહમાં 100 અને અંતિમવિધિમાં 50 લોકો જ સામેલ થઈ શકશે : કાલે મંગળવારથી અમલ

Hello Morbi

*હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલાના રાજીનામા થી રાજકીય ભૂકંપ*

Hello Morbi

Leave a Comment