• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા-બનાસકાંઠાનું ગૌરવ વધારતા ડેન્ટિસ્ટ ડોક્ટર જીગરકુમાર પ્રકાશભાઈ ઠકકર*

ડીસા-બનાસકાંઠાનું ગૌરવ વધારતા ડેન્ટિસ્ટ ડોક્ટર જીગરકુમાર પ્રકાશભાઈ ઠકકર
સમગ્ર વર્લ્ડના ડેન્ટલ એસોસિએશનમાં એક લાખ પચાસ હજાર જેટલા સક્રિય અને જાગૃત સભ્યો છે.આ એસોસિએશન દ્રારા સમગ્ર વિશ્વમાં એક એન્ડો કોન્ટેસ્ટ માર્ચ-2023 આયોજીત કરવામાં આવી હતી.આ કોન્ટેસ્ટમાં ડીસા-બનાસકાંઠાના વતની તેમજ હાલ અમદાવાદ સ્થાયી થયેલ યુવાન ડેન્ટિસ્ટ ડોક્ટર જીગરકુમાર પ્રકાશભાઈ ઠકકરનો તૃતીય રેન્ક આવેલ છે.
તારીખ 25 અને 26 માર્ચ 2023 ના રોજ ડેન્ટએપ દ્રારા રાષ્ટ્રીય કક્ષાની મેગા ડેન્ટલ ઈવેન્ટનું આયોજન ભારતની રાજધાની દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું.આ ઈવેન્ટમાં સમગ્ર ભારતના ડેન્ટિસ્ટ ડોક્ટર્સ માટે પેશન્ટના કેસ રિપ્રેઝન્ટ કરવાની ખૂબ જ મહત્વની સ્પર્ધા રાખવામાં આવી હતી.આ સ્પર્ધામાં ડીસા-બનાસકાંઠાના ડોક્ટર જીગરકુમાર પ્રકાશભાઈ ઠકકરે તેમના પેશન્ટના કેસ રજૂ કર્યા હતા જેમાં તેમનો સમગ્ર ભારતમાં દ્રિતિય રેન્ક આવેલ છે.
ખૂબ જ નાની ઉંમરે સમગ્ર વિશ્વ તેમજ ભારત કક્ષાની ડેન્ટિસ્ટ સ્પર્ધામાં અગ્રિમ રેન્ક મેળવી ડોક્ટર જીગરકુમાર ઠકકરે સમગ્ર ડીસા નગર,બનાસકાંઠા જિલ્લો તેમજ સમસ્ત રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.ડીસા શુભેચ્છક ગ્રુપના સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,બળદેવભાઈ રાયકા,મહેશભાઈ ઉડેચા,દીલીપભાઈ રતાણી,દિનેશભાઇ ચોકસી,તારાચંદભાઈ મજેઠીયા,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ મનવર,દિનેશભાઈ કવિરાજ,ચંદુભાઈ એટીડી,કમલેશભાઈ રાચ્છ,આર.ડી.ઠકકર સહિત સૌએ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.ડોક્ટર જીગરકુમારના દાદાજી રામપ્રસાદભાઈ તેમજ પિતાજી પ્રકાશભાઈની મારવાડી લોહાણા સમાજ તેમજ અખિલ રઘુવંશી લોહાણા સમાજમાં નોંધપાત્ર સેવા રહી છે.

Related posts

*જલારામ મંદિર ડીસા ખાતે પોલિયો રસીકરણ અભિયાનના કાર્યકર્તાઓનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI:સલાયા:ખારાનાકા વારા વાછરડાડાની જાતર ઉજવાય શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ઉમટી પડ્યા*

editor

*HELLO MORBI: મોરબીમાં શંકાસ્પદ શખ્સોના ફોટા જાહેર કરતી મોરબી પોલીસ, માહિતી આપવા અપીલ*

editor

Leave a Comment