• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસે રોડ ઉપરથી દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા કાર્ટીસ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસે રોડ ઉપરથી દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા કાર્ટીસ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી,
તા.૧૦/૦૪/૨૦૨૩
શ્રી, અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી નાઓએ મોરબી જિલ્લામાં કાયદો અને વ્યસ્થાની પરીસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા સારૂ ગે,કા,પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી નાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપતા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ, શ્રીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા એલ.સી.બી. મોરબીનાઓ એલ,સી.બી, પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફના માણસો સાથે કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન HC. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા તથા PC વિક્રમભાઇ ફુગસીયાને સયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસે રોડ ઉપરથી નીચે જણાવેલ આરોપીને ગે.કા. દેશી હાથબનાવટની લોખંડની મેગ્ઝન વાળી પીસ્તોલ-૦૧ તથા જીવતો કાર્ટીસ- ૦૩ સાથે પકડી પાડી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામુઃ-
૧. સિકંદરભાઇ રાયધનભાઇ મોવર/મિયાણા ઉ.વ. ૩૫ રહે, વાંકાનેર વીસીપરા રેલ્વે સ્ટેશન
રમેશભાઇના દવાખાના વાળી શેરીમાં તા.વાંકાનેર જી.મોરબી
પકડાયેલ મુદામાલઃ-
૧. દેશી હાથબનાવટની લોખંડની મેગ્ઝન વાળી પીસ્તોલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-
૨. જીવતા કાર્ટીસ-૦૩ કિ.રૂ.૩૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૩૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. – કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ સેલ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આયુષ મોરબી:ઓછો દુખાવો નાના ચીરા ઝડપી રિકવરીઆધુનિક લેપ્રોસ્કોપી સાથે વિશ્વસનીય ગાયનેક સારવાર*

editor

*મોરબી ના રવાપર ગામની ખરાબાની જમીન પર થયેલા દબાણ હટાવવા રજૂઆત*

Hello Morbi

*મોરબી ઝુલતાપુલની ગોઝારી દુર્ઘટનામાં કુલ ૧૩૪ મૃતકોના પરિવારને મોરારીબાપુ દ્વારા ₹૫,૦૦૦ અને એક એક કાળી કામળી અર્પણ કરાય*

Hello Morbi

Leave a Comment