• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા રામવાડી માં લોક કલ્યાણ ને પિતૃના મોક્ષાર્થ ભવ્ય શ્રીમદ ભાગવત કથા નું આયોજન*

જોડીયા રામવાડી માં લોક કલ્યાણ ને પિતૃના મોક્ષાર્થ ભવ્ય શ્રીમદ ભાગવત કથા નું આયોજન
સમસ્ત જોડીયા ગામ ના સહયોગથી શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર પરી પરિવારો દ્વારા ભવ્ય આયોજન

જોડીયા ગામે ઉદાસીન સંત કુટીર રામવાડી ખાતે ૧૦૦૮ સદગુરુ દેવશ્રી ભોલેબાબાજી ના આશીર્વાદ થી જયોતિ સ્વરૂપ બાલા હનુમાન ના યજમાન પદે દરેકજીવો ના લોક કલ્યાણ ને પિતૃના મોક્ષાર્થે સમસ્ત જોડીયા ગામ ના સહયોગથી શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર પરી કુટુંબ પરિવાર દ્વારા ગોસ્વામી હેમલપરી મગનપરી ની આગેવાની માં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નું આયોજન તા ૮ થી ૧૪ એપ્રિલ સવારે ૯ થી ૧૨ બપોરે ૩ થી ૬ કરાયું છે. આ કથા ના વક્તા અનિલપ્રસાદ તેની સુંદરવાણી માં કથાનું રસપાન કરાવી રહ્યા છે. જોડીયા ગામ સહિત આસપાસ ના ગ્રામજનો સહિત બહોળી સંખ્યા માં ભક્તજનો કથા નો લાભ લઇ રહ્યા છે.શ્રીમદ ભાગવત કથા ના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાય રહયા છે. તા ૧૫-૪ ના સવારે ૮ વાગ્યે શાંતિયજ્ઞ નું આયોજન કરાયું છે. આ કથા માં મહાપ્રસાદ રસોડા સહિતની વ્યવસ્થા માં જોડીયા લક્ષ્મીપરા પટેલ સમાજ તન મન ધન થી જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કથા માં જોડીયા જામનગર રાજકોટ મોરબી સહિત વિવિધ શહેરો ના દશનામ ગોસ્વામી સમાજ ના સંતો મહંતો ભગવા ગ્રુપ સામાજીક ને રાજકીય આગેવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કથા માં લોકો કથા નું શ્રવણ કરી શકે ને કોઈ ને કોઈપણ જાત ની તકલીફ ન પડે તે માટે ગોસ્વામી હેમલપરી મગનપરી સતત દેખરેખ રાખી જહેમત ઉઠાવી રહ્યા છે.*અહેવાલ અને તસવીર સુરેશ ગોસ્વામી મોરબી*

Related posts

*HELLO MORBI:અખિલ રઘુવંશી લોહાણા સમાજ ડીસાના ડોક્ટર્સ બનેલ વિધાર્થીઓનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

editor

*HELLO MORBI:ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા તળે અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહતદરે ઉચ્ચ ગુણવત્તાવાળી ફૂલસ્કેપ વિતરણ કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment