• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૭ ઇસમોને રોકડા રૂપીયા-૮૩,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

 

ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૭ ઇસમોને રોકડા રૂપીયા-૮૩,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી,
તા.૧૩/૦૪/૨૦૨૩
શ્રી, અશોકુકમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી,રાહુલ ત્રિપાઠી સાહેબ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી,એન,એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ., એલ.સી.બી, મોરબી તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના HC સુરેશભાઇ હુંબલ, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરાને સયુકત ખાનગી બાતમી રાહે મળેલ હકિકત આધારે ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં થોરાળાના સીમાડા તરીકે ઓળખાતી સીમમાં કાચામાર્ગે ઝાડ નીચે જાહેરમાં ગંજીપતાનાં પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા કુલ સાત ઇસમોને રોકડા ૩,૮૩,૫૦૦/- તથા ગંજીપના નંગ-૫૨ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામાં
૧. પ્રભુભાઇ કુંવરજીભાઇ બોરસાણીયા/પટેલ ઉ.વ. ૬૦ રહે. નસીતપર તા.ટંકાર જી.મોરબી
૩. શૈલેષભાઇ સવજીભાઇ ધોડાસરા/પટેલ ઉ.વ, ૪૨ રહે, ખાનપર તા.જી.મોરબી ૪. નાનાલાલ ભાણજીભાઇ બરાસરા પટેલ ઉ.વ. ૫૭ રહે. નસીતપર તા.ટંકારા જી.મોરબી
૨. લખમણભાઇ મગનભાઇ બરાસરા પટેલ ઉ.વ. પર રહે, નસીતપર તા.ટકારા જી.મોરબી ૭. ભરતભાઇ છગનભાઇ કડીવા૨ પટેલ ઉ.વ. ૪૯ રહે. નસીતપર તા.ટંકારા જી.મોરબી,
૫. મુકેશભાઇ ધીરૂભાઇ પીપળીયા કોળી ઉ.વ. ૩૫ રહે. નેસડા (ખાનપર) તા.ટંકારા જી.મોરબી
૬. ઇબ્રાહીમભાઇ ગુલાબભાઇ ચૌહાણ સિપાઇ ઉ.વ. ૫૬ રહે. નેસડા તા.ટંકારા જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતો.

 

Related posts

*હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે બીજી વખત રણછોડભાઈ પટેલની નિમણૂક કરાઈ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:લોહાણા અવશનનોધ બેસણું સાદડી*

editor

હવે ડ્રાઈવિંગ લાઈસેંસ માટે નહી જોવી પડે લાંબી રાહ, દિલ્હી સરકારે બનાવ્યો આ નિયમ

Hello Morbi

Leave a Comment