• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ ના સમર કેમ્પ અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ કરવામા આવેલ પ્રવૃતીઓની રૂપરેખા*

સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ ના સમર કેમ્પ અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ કરવામા આવેલ પ્રવૃતીઓની રૂપરેખા,

સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ ના સમર કેમ્પ અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ શ્રી કડવા પાટીદાર વિધાર્થી ભુવન ટ્રસ્ટ,જોધપર નદી, તા.જી.મોરબી ખાતે SPC ના વિધાર્થીઓએ કેમ્પની શરૂઆત આત્માનો ખોરાક એટલે “પાર્થના” થી કરી જેનાથી વિધાર્થીઓમા તાજગીનો સંચાર થયો હતો.ત્યારબાદ તમામને સુર્યોદય જોવા માટે એકત્રીત કરવામા આવેલ બાદ ધ્યાન સંગીતના તાલે જુદા જુદા પ્રકારના યોગ સત્ર બાદ પરેડનુ આયોજન કરવામા આવ્યુ.જેમા શિસ્ત,અનુશાસન અને શારીરીક મજબુતી વિશે માહીતી આપવામા આવી.ત્યારબાદ અલ્પાહાર લીધા બાદ SPC યોજના શુ છે અને તેને સંલગ્ન માહીતી માટે સત્રનુ આયોજન કરવામા આવ્યુ જેમા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક શ્રી પી.એસ.ગોસ્વામી સાહેબ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી શ્રી ડિ.એમ.ઢોલ સાહેબ. રીઝર્વ પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એમ.ચૌહાણ સાહેબ તથા જીલ્લા શિક્ષણ અધિકારી,મોરબી શ્રી પી.વી.અંબારીયા સાહેબ તથા CPOS તથા Drill Instructors વેગેરે ઉપસ્થીત રહ્યા હતા.આ સત્રમા અધિકારીશ્રીઓએ SPC યોજના, જીવન મુલ્યો વિશે અને બચપન કેટલુ અમુલ્ય છે તેના વિશે તથા પોલીસ તંત્રની ભુમીક વિશે પણ વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા અને ભવિષ્ય માટે માર્ગદર્શિત કર્યા હતા.વિધાર્થીઓએ SPC ના સમર કેમ્પ વિશે પોતાના અનુભવો અને પ્રતિભાવો આપી ખુશી વ્યકત કરી હતી.સત્ર પુર્ણ કરી તમામે બપોરનું ભોજન લીધુ હતુ.બપોર બાદ તમામ SPC કેડેટને કેમ્પ અર્થે ઘરેથી રવાના થયા ત્યારથી હાલ હાજર સમય સુધી શુ જોયુ,શુ કર્યુ, શુ શીખ્યા તે અંગેની ચર્ચા કરવામા આવી.ત્યારબાદ રીસેસ સમયે તમામ ને હળવો નાસ્તો કરવવામા આવ્યો હતો.ત્યારબાદ સાંજના સમયે તમામ SPC કેડેટને ૪૪ ના વર્ગમા ઉર્મીગીત ગવડાવવા અંગેનો તાસ લેવામા આવેલ જેમા રાષ્ટ્રભક્તિના ગીતો, લોકગીતો, ભજનો અને પ્રભાતીયા વેગેરે જેવા કેડેટ ને કંઠસ્ત હોય તેવા ગીતો રજુ કરવામા આવેલ.ત્યારબાદ પી.ટી ગણવેશમા એક રમત ગમત નો તાસ લેવામા આવેલ જેમા કેડટ દ્વારા ઉભી ખો,બેઠી ખો,મારદડી,સંગીત ખુરશી,જેવી સ્થાનીક રમતો રમવામા આવેલ

Related posts

લગ્ન સમારોહમાં હજારો લોકો ભેગા થયા, નિયમોનો ભંગ, સાંસદ પૂનમ માડમ, ગીતા રબારી પણ હાજર

Hello Morbi

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબી મા આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*જુદી-જુદી હોસ્પિટલોમા ઓક્સિજન પ્લાન્ટ અને એમ્બ્યુલન્સ માટે 3.13 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરતા સાંસદ મોહનભાઈ કુંડારીયા*

Hello Morbi

Leave a Comment