• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જુદી-જુદી હોસ્પિટલોમા ઓક્સિજન પ્લાન્ટ અને એમ્બ્યુલન્સ માટે 3.13 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરતા સાંસદ મોહનભાઈ કુંડારીયા*

છ ઓક્સિજન પ્લાન્ટ સાથે સાંસદની ગ્રાન્ટમાંથી 10 એમ્બ્યુલન્સ દોડતી થશે

મોરબી : રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પોતાની ગ્રાન્ટમાંથી અલગ – અલગ છ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા તેમજ 10 એમ્બ્યુલન્સ વસાવવા રૂપિયા 3.13 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.

 

હાલ કોરોના મહામારીના સંકટમાં લોકોને તાત્કાલીક સારવાર માટે સુવિધા મળે તે માટે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ તેમને મળતી ગ્રાન્ટમાંથી રાજકોટ જીલ્લામાં કુવાડવા,સરધાર, કોટડા સાંગાણી, પડધરી, તેમજ રાજકોટ શહેરમાં ત્રણ તેમજ મોરબી જીલ્લામાં ટંકારા,વીરપર અને ઘુંટુ માટે કુલ આશરે રૂ।.૧,૩૦,૦૦,૦૦૦/- અંકે રૂપીયા એક કરોડ ત્રીસ લાખ પુરા 10 એમ્બ્યુલન્સ ખરીદવા ફાળવેલ છે.                                                                                    આ ઉપરાંત ઓકસીજનની ખાસ જરૂરત ઉભી થયેલ હોય તે ધ્યાને લઈને ઓકસીજન પ્લાન્ટ માટે જે પ્લાન્ટમાં કોઈપણ પ્રકારના લીકવીડ વિગેરેની જરૂરીયાત પડતી નથી તેવા ઓકસીજન પ્લાન્ટ માટે સરકારી હોસ્પીટલો (દવાખાનાઓ) રાજકોટ જીલ્લાના લોધીકા, કોટડા સાંગાણી, કુવાડવા, પડધરી તેમજ મોરબી જીલ્લાના વાંકાનેર અને ટંકારા એમ કુલ ૬ (છ) ઓકસીજન પ્લાન્ટ માટે રૂા. ૧,૮૦,૦૦,૦૦૦ અંકે રૂપીયા એક કરોડ એંસી લાખ પુરા તેમજ તા.જી. રાજકોટના ગઢકા પી.એચ.સી. માટે મેડીકલના સાધનોની ખરીદી માટે રૂા.૩,૫૦,૦૦૦ અંકે રૂપીયા ત્રણ લાખ પચાસ હજાર પુરા એમ બધા મળી ને કુલ રૂા.૩,૧૩,૫૦,૦૦૦ રૂપીયા ત્રણ કરોડ તેર લાખ પચાસ હજાર રૂપીયા તેઅોને મળતી સાંસદની ગ્રાન્ટ માંથી રકમ ફાળવેલ છે. તેમજ હજુ પણ જરૂરીયાત ઉભી થશે તો વધુ ગ્રાન્ટની તાત્કાલીક ફાળવણી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

Related posts

*સ્વ પુનમચંદ ભાઈ કોટક ના ધર્મ પત્ની પુષ્પાબેન પી કોટક નું નિધન*

Hello Morbi

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં નેશનલ સાયન્સ ડે ઉજવાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી નગરપાલિકા માં નીતિ નિયમો નેવે મુકી ગેર કાયદેસર રીતે અને ધારાસભ્ય ની ભલામણ થી કર્મચારી ની ભરતી થય* *રહેલ છે તે રદ કરી કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ ની માંગ*

editor

Leave a Comment