• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામેથી મળી આવેલ અસ્થિર મગજની મહિલાનું તેના પરીવાર સાથે મિલન કરાવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન “SHE TEAM”*

 

*મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામેથી મળી આવેલ અસ્થિર મગજની મહિલાનું તેના પરીવાર સાથે મિલન કરાવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન “SHE TEAM”

પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ ની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ તથા પી.એસ.ગૌસ્વામી સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત હોય

જે અન્વયે કે.એ.વાળા સા. પોલીસ ઇન્સપેક્ટર મોરબી તાલુકા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગઇ કાલ તા.૨૫/૦૪/૨૦૨૩ ના રોજ મોરબી તાલુકા પો.સ્ટે SHE TEAM” ના એ.એસ.આઇ નેહલબેન જે.ખડીયા તથા પો.કોન્સ અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા તથા વુ.પો.કોન્સ ખમાબેન કાળુભાઇ બગોદરીયા તથા પો.કોન્સ રાજેશ્રીબેન ભરતભાઇ વાઘેલા એમ બધા મોરબી તાલુકા પો.સ્ટે વિસ્તારમાં SHE TEAM “ કામગીરી સબબ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન નાગડાવાસ ગામના પાટીયા પાસે પહોંચતા એક મહીલા રોડ ઉપર કઢંગ હાલતમાં બેસેલ જોવામાં આવતા તુરત જ તેની પાસે જઇ તેના નામ સરનામાં બાબતે પુછતા પોતાનું નામ લાલી હોવાનું જણાવેલ અને વિશેષ કઇ જણાવતી ન હોય જેથી સદરહુ મહિલા અસ્થિર મગજની હોવાનું જણાઇ આવતા તુરત જ મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી વિશ્વાસમાં લઇ અલગ અલગ શહેરો તથા જીલ્લાના નામ જણાવી પુછપરછ કરતા પોતે અમદાવાદના વટવા વિસ્તાર થી વાકેફ હોય જેથી તુરત જ અમદાવાદના વટવા પો.સ્ટે સંપર્ક કરી ખરાઇ કરતા જાણવા મળેલ કે સદરહુ મહિલાનું પુરૂ નામ સરીતાબેન ઉર્ફે લાલીબેન વા/ઓ જીગરભાઇ ઠાકોર રહે.જશોદાનગર મેલડીમાનો ટેકરો રમેશભાઇની ચાલી અમદાવાદ વાળી હોવાનું જણવા મળેલ તેમજ તેની પરીવારનો સંપર્ક થઇ જતા તેની માતા આજરોજ અમદાવાદથી આવતા સદરહુ મહીલા છેલ્લા એક મહિનાથી ઘરેથી જતી રહેલ હોવાનું જણાવેલ અને સદરહુ મહિલાને તેના માતા ને સોંપી આપેલ હતી અને તેના માતા તેની દિકરીને શોધતા હોય જે મળી જતા રાહતનો શ્ર્વાસ લીધેલ હતો. આમ એક માનસિક અસ્થિર મગજની મહિલાને તેના માતા સાથે મિલન કરાવી મોરબી તાલુકા પોલીસ “SHE TEAM” માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.એ.વાળા સા.તથા એ.એસ.આઇ શ્રી નેહલબેન જે.ખડીયા તથા પો.કોન્સ અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા તથા વુ.પો.કોન્સ ખમાબેન કાળુભાઇ બગોદરીયા તથા પો.કોન્સ રાજેશ્રીબેન ભરતભાઇ વાઘેલા નાઓ દ્વારા સદરહુ કામગીરી કરવામાં આવેલ છે.*

Related posts

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના મેરૂપર ગામેથી નાર્કોટીક્સ માદક પદાર્થ પોશડોડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૯૧૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:બગથળા આંગણવાડી ખાતે બાળસ્વરૂપશ્રી રામનું આગમન*

editor

Leave a Comment