• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: જીલ્લા ક્રિકેટ એસો. ખાતે 7 મેના રોજ અન્ડર-23 અને સીનીયર ખેલાડીઓનું સિલેક્શન થશે*

મોરબી: જીલ્લા ક્રિકેટ એસો. ખાતે 7 મેના રોજ અન્ડર-23 અને સીનીયર ખેલાડીઓનું સિલેક્શન થશે

મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન ખાતે આગામી તારીખ 7 મેને રવિવારના રોજ સવારે 10:00 કલાકે અન્ડર-23 અને સિનિયર ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે.

બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા 7 મેના રોજ અન્ડર-23 તેમજ સિનિયર ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન અંગે મુખ્ય કોચ નિશાંત જાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, સિલેક્શન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, રવાપર-ઘુનડા રોડ ખાતે કરવામાં આવશે. જેમાં મોરબીના જ ખેકલાડીઓને પસંદ કરવામાં આવશે. સિલેક્શનમાં આવનાર ખેલાડીની જન્મતારીખ 1/9/2000 થી 1/9/2004ની વચ્ચે હોવી અનિવાર્ય છે. અને સિનિયર કેટગરી માટે ખેલાડીનો જન્મ 1/9/1997ની અંદર થયો એ જ સિલેકશનમાં ભાગ લઈ શકશે.
દરેક પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અને પોતાની અલાયદી ક્રિકેટ કીટ સાથે હોવી ફરજીયાત છે.સિલેક્શનના દિવસે ખેલાડીએ બે ફોટોગ્રાફ્સ, શાળાનું પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ (ડિજિટલ નકલ ), છેલ્લા બે વર્ષની માર્કશીટ (ડિજિટલ નકલ )સહિતના ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની રહેશે. તેમ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI: ત્રણેય રાજ્યમાં ભાજપની જીતને ટંકારા તાલુકા ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવાયો*

editor

*HELLO MORBI:મોરબી સિરામિક ઉદ્યોગના માલિકો-કર્મચારીઓને પ્રોપેન ગેસના ઉપયોગ માટે સલામતીનું માર્ગદર્શન અપાયું*

editor

*HELLO MORBI:મોરબીના સખી સંચાલિત મતદાન બુથોનો સખીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે સુગમ સંચાલન*

editor

Leave a Comment