• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:એકતા એન્ટરપ્રાઈઝ ઝેરડા દ્રારા જલારામ મંદિર ડીસા ખાતે પક્ષીઓ માટે 200 પાણીનાં કુંડાંનું વિનામૂલ્યે કરાયેલ વિતરણ*

એકતા એન્ટરપ્રાઈઝ ઝેરડા દ્રારા જલારામ મંદિર ડીસા ખાતે પક્ષીઓ માટે 200 પાણીનાં કુંડાંનું વિનામૂલ્યે કરાયેલ વિતરણ
સનાતન હિંદુ સમાજમાં જીવદયાની ભાવના ખૂબ જ પ્રબળ છે અને તેથી જ ગમે તેવી ઝંઝાવતો વચ્ચે એ અડીખમ ટકી રહ્યો છે.ઉનાળાની સિઝન આવતાં જ સૌ પશુપક્ષીઓ તેમજ તરસ્યા માણસો માટે વિવિધ વ્યવસ્થા કરી રહેલ છે.ઉત્તર ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત તીર્થધામ,સેવાધામ એવા ડીસા જલારામ મંદિર ખાતે પાણીની પરબ તેમજ દર ગુરૂવારે છાસ કેન્દ્ર ચાલુ છે.
એકતા એન્ટરપ્રાઈઝ ઝેરડાના માટીકામ સાધનોના ગૌરવશાળી કારીગર સલુભાઈ સુમરા દ્રારા જલારામ મંદિર ડીસાના સહકારથી 200 પાણીનાં કુંડાં વિનામૂલ્યે વિતરણ કરાતાં આનંદની લાગણી પ્રસરી હતી.આ શુભ અવસરે કલા સૃષ્ટિ ફાઉન્ડેશનના સેવાભાવી પ્રમુખ ચંદુભાઈ એટીડી દ્રારા બનાવવામાં આવેલ “દીકરી દેવો ભવ” મોમેન્ટો તેમજ સાલ ઓઢાડીને સર્વ ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,હસમુખભાઇ ચૌહાણ,કેશવલાલ ચાવડા,દીલીપભાઈ બારોટ,ભગીરથભાઈ સુથાર,ઈશ્ર્વરભાઈ રાવળ,ચંદુભાઈ એટીડી વિગેરેએ સલુભાઈ સુમરાનું સન્માન કરી અભિનંદન આપ્યા હતા.સલુભાઈ દર વર્ષે અંદાજે 2000 જેટલાં કુંડાંનું વિનામૂલ્યે વિતરણ કરી પક્ષીઓની ખૂબ જ મોટી સેવા કરે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રી મહોત્સવ માં સીઝન પાસ ના ખેલૈયાઓ માટે “પાટીદાર પરીંદે” (મંડલી રાસ)નું ખાસ આયોજન*

editor

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ઝુલતાપુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અ exપડેટ પરિવાર નાં સહયોગ થી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*રવાપર ગામ ના નવનિયુક્ત સરપંચ નું સન્માન કરાયું*

Hello Morbi

Leave a Comment