• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રકમા બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 148 અને મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અશોક લેલન ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં સંતાડી રાખેલ ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૪૮ કી.રૂ. ૨,૪૪,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૫,૧૨,૨૨૮/- ના મુદામાલ
સાથે બે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી,
ના.૦૪/૦૬/૨૦૧૩
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લાનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહી. જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી ડી.એમ.હોલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમાં એલ.સી.બી. ( પેરોલ ફર્લો સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડ મોરબીના પો.હેડ.કોન્સ સુરેશભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને સયુકતમાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી અશોક લેલન ગાડી રજી. નં. GJ-14-7-6800 વાળી રાજકોટ તરફ આવનાર છે. જે ગાડીમાં ચોરખાનુ બનાવી તેમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂની જથ્થો સંતાડી હેરાફેરી કરે છે. જે હકીકત આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ઉપરોકત ટ્રકમાંથી નીચે જણાવેલ ઇગ્લીશ દારૂ-બીયર નો જથ્થો તથા અન્ય મુદામાલ મળી આવતા બે ઇસમોને પકડી પાડી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામું
૧. ગીરીશભાઇ રાજાભાઇ ઓડીચારાજગોર બ્રાહ્મણ ઉ.વ. ૫૭
૨, નિલેશભાઇ ગીરીશભાઇ ઓડીયરાજગોર બ્રાહ્મણ ઉ.વ. ૨૯
રહે. બન્ને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી તીરૂપતી પાર્ક પાસે અમૃતપાર્ક શેરી નં-૪ બ્લોક ન-એફ
કબ્જે કરેલ મુદામાલની વિગત
(૧) મેકડોવેલ્સ-૦૧ સુપ્રીમ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ ૯૦ કી.રૂ. ૧,૩૫,૦૦૦/- (૨) ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-૨૦ કી.રૂ. ૩૧,૦૦૦/-
(3) રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-૧૦ કી.રૂ.૧૮,૫૦૦/ (૪) ડી.એસ.પી, બ્લેક ડીલક્ષ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-૧૦ કી.રૂ.૧૩,૫૦૦/- (૫) રોયલ સ્ટગ ડીલક્ષ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-૧૦ કી.રૂ.૧૮,૫૦૦/- (9) બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-૦૮ કી.રૂ. ૨૮,૦૦૦/- (૭) વેસ્ટ કોટનની ગાંસડીઓ નંગ-૭૨ કી.રૂ. ૭,૫૨,૭૨૪-
(૮) અશોક લેલન ગાડી રજી. નં. GJ-14-2-6800 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
(૯) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૧૦) રોકડા રૂપીયા-૫,૦૦૦/- મળી એમ બોટલો નંગ-૧૪૮ કી.રૂ. ૨,૪૪,૫૦૦/- મળી કુલ
કિ.રૂ.૧૫,૧૨,૨૨૮/- નો મુદામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે જે ચૌહાણ, શ્રી એન એચ. ચુડાસમા, શ્રી એ.ડી. જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબી સનાળા રોડ ઉમિયા સર્કલ થી રફાળેશ્વર રોડ રીપેરીંગ બાબતે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા તંત્ર જાગ્યો તો ખરું પણ*

Hello Morbi

*HELLO MORBI: શું વાત છે, ધો. 12 કોમર્સ પછી પણ નર્સિંગ ફિલ્ડમાં આગળ વધી શકીએ? તો હા !!! વધુ વિગત માટે જાણો*

editor

*HELLO MORBI: ડીસા જલારામ મંદિરે દર્શનનો લાભ લેતા લોકલાડીલા ધારાસભ્ય પ્રવિણભાઈ માળી*

Hello Morbi

Leave a Comment