
નાગરીકોના રક્ષક મેળવશે જીવન રક્ષક CPR તાલીમ તથા અંગદાનનો મહાસંકલ્પ લેતી
મોરબી જિલ્લા પોલીસ
તા-૧૦/૦૬/૨૦૨૩
સંવેદનશીલ ગુજરાત સરકાર તથા પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરઓની સુચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પોલીસના તમામ અધિકારી/ કર્મચારીઓને “ કોલ્સ અવેરનેશ પ્રોગ્રામ * (CPR TRAINING PROGRAM) અનુસંધાને અગામી તા.૧૧/૦૬/૨૦૨૩ નારોજ રાજયમાં ૩૭ મેડીકલ કલેજો તથા અન્ય ૧૪ સ્થળ પર ૨૪૦૦ થી વધુ ડોકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈધ્ધાંતિક અને પ્રેકટીકલ તાલીમ આપવામાં આવશે. તાલીમ રાજ્ય સરકાર,ડોકટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ, ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે, જે સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સીના સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત પોલીસને CPR ની તાલીમ અપાશે.
આ તાલીમ સંદર્ભે અંગદાન એ મહાદાન ” ના સુત્રને સાર્થક કરવાના હેતુસર મોરબી જિલ્લામાં શ્રી અશોક કુમાર, પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષકશ્રી મોરબી તથા શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, મુખ્ય મથક મોરબી (નોડલ અધિકારીશ્રી ) ના માર્ગદર્શન હેઠળ તા.૧૧/૦૬/૨૦૨૩ ના રોજ સવારના કલાક ૧૦/૦૦ થી બપોરના કલાક ૦૩/૦૦ સુધી કુલ ૦૫ બેંચમાં ૭૫૦ વધુ પોલીસ અધિકારી/ કર્મચારીઓ તથા કલેરીકલ સ્ટાફનો GMERS મેડીકલ કોલેજ,રેલ્વે સ્ટેશનસામે, મોરબી, ખાતે ગુજરાત પોલીસ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલો જિસ્ટ, ગુજરાતના સંયુકત પ્રયાસે તથા ધારાસભ્યશ્રી, મોરબી,ટંકારા તથા વાંકાનેર નાઓની હાજરીમાં CPR પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સી સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી મોરબી જિલ્લા પોલીસને CPR તાલીમ આપવામાં આવનાર છે. જેથી તા.૧૧/૦૬/૨૦૨૩ ના રોજ સવારે કલાક ૦૯:૪૫ વાગ્યે GMERS મેડીકલ કોલેજ, રેલ્વે સ્ટેશન સામે મોરબી ખાતે તમામ પત્રકાર મિત્રોને હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ છે.
ગુજરાત પોલીસના ૫૦,૦૦૦થી વધુ જવાનો લેશે મહાસંકલ્પ
અંગદાન એ મહાદાન “

