• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ટ્રાફિક શાખાના ફરજનિષ્ઠએ.એસ.આઈ વનરાજસિંહ રાણા વય મર્યાદા ને લઈને નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો*

મોરબી તા ૩૦ મોરબી ટ્રાફિક શાખાના ઝાબાજ અને કર્તવ્યનિષ્ઠ એ.એસ.આઈ વનરાજસિંહ એ રાણા વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતેના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા શ્રી રાણા ને ફુલહાર થી સન્માનિત કરી ભેટ અર્પણ કરી સન્માનિત કર્યા હતા
મોરબી ટ્રાફિક પોલીસ શાખામા વર્ષોથી નિષ્ઠા પૂર્વક એએસઆઈ તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ રાણા મુળ સુરેન્દ્રનગર જિલ્લા ના કીડીગામના વતની છે જેમને વય મર્યાદા પુર્ણ થતા ભ્વ્ય વિદાય સમારોહ યોજાયો હતો આ વિદાય સમારોહમા ટ્રાફિક શાખાના પી.આઈ લાગરીયા પીએસઆઈ ઠકકર તેમજ ટ્રાફિક શાખામા ફરજ બજાવતા એએસઆઈ જીલુભાઈ ગોગરા-દેવાયતભાઈ ગોહેલ- જીગનેશભાઈ મિયાત્રા-અમિતભાઈ પટેલ- રાજવીરસિંહ- મનુભાઈ આહીર- રસીકભાઈ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાન ફારુકભાઈ સંધી સહિતનાઓએ વનરાજસિંહ રાણા ને ફુલહાર કરી ગીફટ આપી અભિનંદન પાઠવ્યા હતા

પોલીસ એટલે પ્રજાના રક્ષક તરીકે કાયદો વ્યવસ્થાની જાળવી રાખવાની સાથે અસામાજિક પ્રવૃત્તિઓ સહિત ફરજના ભાગે તહેવારો નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોમાં શાંતિ સમિતિ અને તહેવારોના ઉત્સવમાં બંદોબસ્ત સાથે ટ્રાફિક સમસ્યા હલ કરી તહેવારોનો ઉત્સવ મા કોમી એકતાના રંગ આપતી સેવા એટલે પોલીસ સેવા છે જે ફરજ ના ભાગે રાતને દિવસ વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિને ધ્યાન રાખી સતત પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવી રાખનાર એવા પોલીસ તંત્ર ફરજ કાળ દરમિયાન જીવના જોખમે કુદરતી આપત્તિ જનક ઘટનામાં પણ પ્રજાની રક્ષા કરેછે જે સાબિત કરતા જાબાજ,ફરજ નિષ્ઠ,અને નીડર પોલીસ અધિકારી એટલે વનરાજસિંહ રાણા કે જેવો કોઇ ની પણ શેશરમ રાખ્યા વગર ટ્રાફિક ભંગ કરનારને કાયદાનો પાઠ ભણાવી ઓળખ ઊભી કરી છે તેવા જાબાજ નીડર પોલીસ અધિકારી વનરાજસિંહ રાણા એ વયમર્યાદા ને લયને નિવૃત્તિ પામતા મોરબી પોલીસ ટીમ દ્વારા વિદાય સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું

Related posts

*મોરબીના પત્રકાર આરીફ દિવાન ની દીકરી ક્યુટ પરી મહેક બાનુ નો આજે જન્મદિવસ*

Hello Morbi

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો ગણત્રી ના કલાકોમાં જ હળવદની મહિલાનો પાર્ટીપારો ચોરનાર ત્રિપુટીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વવણીયા નામશહૂર પીર સૈયદ 𝟕-𝐒𝐀𝐑𝐀𝐊𝐀𝐑-𝟕 ના ઉર્ષ મુબારક ની તાડામાર તૈયારીઓ શરૂ*

editor

Leave a Comment