• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશી દારૂ કિ ૨,૪૯,૫૦૦ તથા કાર મળી કુલ રૂ.૧,૪૯૫૦૦/ ના જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

વિદેશી દારૂ કિ ૨,૪૯,૫૦૦ તથા કાર મળી કુલ રૂ.૧,૪૯૫૦૦/ ના જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી
મોરબી સીટી એ ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ પો.કોન્સ તેજાભાઇ ગરચર તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે રવિભાઇ જીતેન્દ્રભાઇ પાલા રહે.મોરબી નાનીવાવડી રોડ બજરંગ સોસાયટી વાળો પોતાના ઘરની બહાર એસન્ટ કાર રજી નં.GJ05-CP-0039 વાળી કારમા ઈંગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરેછે. જેથી હકિકત આધારે મોરબી વાવડી રોડ બજરંગ સોસાયટી માથી હકિકત વાળી કારમા આરોપી મળી આવતા સદરહુ કારમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૪૯,૫૦૦/- નો મુદામાલ તથા એસન્ટ કાર રજી નં.GJ05-CP-0039 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૪૯૫૦૦/- સાથે મળી આવતા તેમજ ઇગ્લીશ દારૂ આપનાર આરોપી નં(ર) હાજર નહી મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
(૧) રવીભાઇ જીતેન્દ્રભાઇ પાલા ઉ.વ.૨૭ રહે.મોરબી નાનીવાવડી બજરંગ સોસાયટી (૨) ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે.રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧
(અટક કરવા પર બાકી)
કબ્જે કરેલ મુદામાલ –
(૧) મેકડોલ્સ નં.૧ ફોર સેલ ઇન પંજાબ ૭૫૦ એમ.એલ ની કંપની સીલપેક બોટલો નંગ-૧૩૨ કિ.રૂ.૪૯૫૦૦/- કબ્જે કરેલ છે. (૩) એક એસન્ટ કાર રજી નં.GJ05-CP-0039 કિ.રૂ.૧,૦૦૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા તેજાભાઇ ગરચર નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI: સંભવિત બિપરજોય વાવાઝોડ સંદર્ભે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મોરબીના નવલખી બંદરની મુલાકાત લીધી*

editor

*HELLO MORBI NEWS: પ્રયાગરાજ: મહાકુંભમાં મોરબી શહેર અને જિલ્લાની સુખાકારીને શાંતિ માટે આસ્થાની ડૂબકી મારવા ત્રિવેણીસંગમ પહોંચ્યા મોરબીના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી*

editor

*પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને લઈને સમગ્ર મોરબીનું વાતાવરણ ધર્મમય બન્યું*

Hello Morbi

Leave a Comment