• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાની 224 મી જન્મજયંતિની ઉજવણી માટે શરૂ થયેલ જોરદાર તૈયારીઓ*

ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાની 224 મી જન્મજયંતિની ઉજવણી માટે શરૂ થયેલ જોરદાર તૈયારીઓ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા જલારામ મંદિર દ્રારા પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ રંગેચંગે ઉજવાનાર છે.પૂજ્ય જલારામ બાપાની 224 મી જન્મજયંતિ જોરદાર ઉજવાય તેમજ વિવિધ કાર્યક્રમો પણ સફળ થાય તે માટે એક અગત્યની બેઠક જલારામ મંદિર ડીસા ખાતે ભોજન પ્રસાદ સાથે મળી હતી.ઉપસ્થિત તમામ ભાઈઓ-બહેનો ગરબાના તાલે આનંદપૂર્વક રમ્યા હતા તેમજ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
પૂજ્ય જલારામ બાપાનો જન્મોત્સવ,પૂજન,જલારામ ગૌ સત્સંગ મંડળ દ્રારા સંતવાણી,રક્તદાન,મહા ભોજન પ્રસાદ,શોભાયાત્રા,મંદિર સુશોભન એમ વિવિધ મુદાઓ ઉપર વિગતે ચર્ચા કરી કામગીરીનું વ્યવસ્થિત વિતરણ કરાયું હતું.જલારામ મંદિરના ટ્રસ્ટીઓ સર્વ ડો.કિશોરભાઈ આસનાની,ભગવાનભાઈ બંધુ,નટુભાઈ જી.આચાર્ય,શશીકાંતભાઈ ડી.ઠકકર,નરેશભાઈ આચાર્ય સહિત સૌએ વિવિધ સૂચનો સાંભળી સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપ્યો હતો.ડીસાના સમગ્ર સનાતન હિંદુ સમાજ તેમજ અખિલ રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો,યુવાનો,મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સમાજ અગ્રણીઓ સર્વ શંકરભાઈ હાલાણી,વિપુલભાઈ પલણ,પિયુષભાઈ ગટા,વિષ્ણુભાઈ સી.ઠક્કર,દેવચંદભાઈ એન.ઠકકર,રવિકુમાર પોપટ,આનંદભાઈ પી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,આર.ડી.ઠકકર,વિજયભાઈ મેઘાણી,કે.ટી.ઠક્કર,હાસનભાઈ ઠરિયાણી,તારાચંદભાઈ મજેઠીયા,હસમુખભાઇપોપટ,પ્રહલાદભાઈ એ.ઠક્કર, રતિલાલ જે.ઠકકર,રાકેશભાઈ જી.ઠક્કર,દિનેશભાઈ ચોકસી,વિનોદભાઈ ગોહિલ,નિલેષભાઈ રાવલ,નીરવભાઈ ખત્રી સહિત સૌએ જરૂરી સૂચનો કરી જલારામ જન્મજયંતિ સફળ રીતે ઉજવાય તે માટે ઉત્સાહભેર કામ કરવા સૌને અપીલ કરી હતી.
લોહાણા ઈન્ટરનેશનલ મહિલા મંડળ ડીસાનાં પ્રમુખ શ્રીમતી પૂજાબેન કલ્પેશભાઈ ઠકકર-લાલાભાઈ,બીનાબેન એ.ઠકકર,જ્યોતિબેન આર.ઠકકર,મંજુલાબેન,શિલ્પાબેન,ભારતીબેન,શારદાબેન આચાર્ય,રીટાબેન ઠકકર,ચારૂબેન બી.ઠકકર,કલાબેન મજેઠીયા સહિત સૌએ પોતપોતાનાં સૂચનો કરી ખૂબ મોટી સંખ્યામાં સનાતન હિંદુ સમાજ ડીસાની મહિલાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવા પ્રયત્નો કરવાની ખાત્રી આપી હતી.
શ્રીરામ ભગવાનની સામૂહિક સ્તુતિ બોલી મીટીંગ પૂર્ણ કરવામાં આવી હતી.સમગ્ર મીટીંગનું લાઈવ કવરેજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.

Related posts

*જોડિયા તાલુકા ની સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સીરામીક રિસર્ચ અને નેશનલ સેરા લેબ મોરબી ના સૌર્જન્ય થી ઇન્ડસ્ટ્રી મીટ વિથ સીરામીક મેન્યુફ્રેક્ચરર્સ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું*

editor

**જોડિયાં ની બાલંભા તાલુકા પંચાયત ની સીટ ના કોંગ્રેસ ના ઉમેદવાર ઉમેદવાર રમાબેન સવાણી એ મતદારો નો આભાર વ્યકત કર્યો*

Hello Morbi

Leave a Comment