• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ પો.સ્ટે.ના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી* *પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

હળવદ પો.સ્ટે.ના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી
પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૦૭/૦૭/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ રાજકોટ રેન્જ ખાતે પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ તા.૦૫/૦૭/૨૦૨૩ થી તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જેથી ઉપરોકત કામગીરી અસરકારક રીતે કરવા સારૂ શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓએ શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના, HC જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૭૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૧૨૦બી,૩૭૯,૧૧૪ તથા MMRD એકટની કલમ-૪(એ),૨૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી વિપુલ અમરશીભાઇ રાઠોડ રહે. જુના ધનાળા તા.હળવદ જી.મોરબી વાળો હળવદ સરાનાકા નજીક ઉભેલ હોવાની હકીકત આધારે સ્ટાફ સાથે તપાસ કરતા મજકુર નાસતો ફરતો આરોપી વિપુલ અમરશીભાઇ રાઠોડ ઉ.વ.૩૨ રહે. જુના ધનાળા તા.હળવદ જી.મોરબી વાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પો.સ્ટે.ને સોપવા આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી,એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડા ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*ખંભાત થી વડોદરા રૂટની એસટી બસના મુસ્લિમ કંડકટર ની પ્રમાણિકતા*

Hello Morbi

*મોરબીમાં ગરીબોને ભોજન ખવરાવી મકર સંક્રાંતિ ના પર્વ ની ઉજવણી કરાઇ*

Hello Morbi

*હડીયાણા ગામે આંગણવાડી ના બાળકોને ગણવેશ વિતરણ કરાયો*

Hello Morbi

Leave a Comment