• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને*

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને

રોકડા રૂપીયા-૯૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી,
તા.૦૭/૦૭/૨૦૨૩
શ્રી, અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના ઓ તરફથી સમગ્ર રાજકોટ રેન્જમાં પ્રોહી જુગારની બદ્દી નેસ્ત નાબુદ કરવા સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અંગે અસરકારક કામગીરી કરવા શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી, કે.જે. ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશિલ હતા, દરમ્યાન એલ.સી.બી. મોરબીના Aડા જીજ્ઞાશાબેન કણસાગરા, તથા HC શકિતસિંહ ઝાલા PC સંજયભાઇ રાઠોડને હકીકત મળેલ કે, નાથાભાઇ ભુરાભાઇ પટેલ રહે.લક્ષ્મીનગર, રામજીમંદિર પાસે તા.જી.મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે, જે હકિકત આધારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા ફુલ-૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ પર તથા રોકડ રૂ.૯૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. નાથાભાઇ ભુરાભાઇ વીરસોડીયા રહે.લક્ષ્મીનગર રામજીમંદિર પાસે તા.જી.મોરબી
૨. વિઠ્ઠલભાઇ નરશીભાઇ કડીવાર રહે. લક્ષ્મીનગર પારૂલ દવાખાના વાળી શેરી તા.જી.મોરબી
૩. હરજીભાઇ હિરજીભાઇ પટેલ રહે.ઘુંટુ હરિનગર સોસાયટી તા.જી.મોરબી
૪. મહેશભાઇ મોહનભાઇ ભંખોડીયા રહે.લક્ષ્મીનગર રોટરીનગર તા,જી,મોરબી
૫. નવીનભાઇ ભુરાભાઇ પાંચોટીયા રહે.ભરતનગર ઝાંપાપાસે તા.જી.મોરબી
૬. વિપુલભાઇ પુનાભાઇ પરમાર રહે.લક્ષ્મીનગર અનુ,જાતિવાસ તા.જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.જે.ચૌહાણ,શ્રી એન.એચ.ચુડાસમા તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતો.

Related posts

*HELLO MORBI:ટંકારા, લજાઇ ગામની સીમમાં આવેલ મધુબન સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચોરીની કોશિષ કરનાર ત્રણ ઇસમો સાથે બે માઇનોર ઝડપાતા બે ઘરફોડ ચોરીની કોશિષના વણશોધાયેલ ગુના શોધી કાઢતી ટંકારા તથા મોરબી ક્રાઇમ બ્રાંચ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મહેન્દ્રનગર સિધ્ધિ વિનાયક સોસાયટીમાં ગજાનન એપાર્ટમેન્ટમાં રહેણાક મકાનમાં ચાલતા જુગાર ધામ પર ક્રાઈમ બ્રાંચ ના દરોડા*

editor

*ડીસા જલારામ સત્સંગ મંડળ દ્વારા દર ગુરુવારે થતા ભજનના માધ્યમથી થતી આવક ₹4,00,000 ટેટોડા ગૌશાળામાં અર્પણ કરાય*

Hello Morbi

Leave a Comment