• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ તાલુકાના સુરવદર ગામે સીમ વિસ્તારમાંથી ઈંગ્લીશદારૂનો જથ્થો શોધી કાઢતી હળવદ પોલીસ*

હળવદ તાલુકાના સુરવદર ગામે સીમ વિસ્તારમાંથી ઈંગ્લીશદારૂનો જથ્થો શોધી કાઢતી હળવદ પોલીસ
તા.૧૩/૦૭/૨૦૨૩
મ્હે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓએ પ્રોહી. જુગારની બદીને અટકાવવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી. જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પો.કોન્સ. બીપીનભાઇ મંગળભાઇ પરમાર તથા ગંભીરસિંહ વાઘજીભાઈ
ચૌહાણ નાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી હકિકત આધારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.એમ.છાસીયા
નાઓએ પો.હેડ.કોન્સ. શ્રી કે.એમ.સોલગામા નાઓને જરૂરી પોલીસ સ્ટાફ સાથે હકીકતવાળી જગ્યાએ રેઇડ
કરવા સુચના કરતા હકીકતવાળી જગ્યા હળવદ તાલુકાના સુરવદર ગામની શોભાસર સીમ વાળા રસ્તે

આરોપીના હવાલાવાળા ઝુંપડામાં રેઇડ કરતા ઝુંપડામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશદારૂની કુલ બોટલ
નંગ-૩૦ કુલ કિં.રૂ.૨૫,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોય જેથી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ
મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી વોન્ટેડ:- ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો કરશનભાઈ ધામેચા જાતે.કોળી રહે.સુરવદર તા.હળવદ જી.મોરબી.
કબ્જે કરેલ મુદ્દામાલ:- ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની BLENDERS PRIDE SELECT PREMIUM WHISKY FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૩૦ કી.રૂ.૨૫,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-પોલીસ ઇન્સપેક્ટરશ્રી, કે.એમ.છાસીયા, પોલીસ હેડ કોન્સ
કે.એમ.સોલગામા તથા પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. બીપીનભાઇ મંગળભાઇ પરમાર તથા પો.કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા પો.કોન્સ. કમલેશભાઇ રાજુભાઇ પરમાર નાઓ દ્રારા આ કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:ધારાસભ્ય ના સફળ પ્રયત્ન: મોરબી નગરપાલિકા દ્વારા સી.ટી. બસ સેવાનો પુનઃ પ્રારંભ*

editor

*HELLO MORBI:મોરબી-માળીયા હાઇવે રોડ ઉપરથી ધાડ પાડવાની પેરવી કરનાર ગેંગના ત્રણ સભ્યોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:માનસિક અસ્થિર વ્યક્તિની પરીવાર સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment