• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી એસ.ઓ.જી. ટીમ તથા વાંકાનેર તાલુકા પોલીસના સંયુક્ત ઓપરેશનથી વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમ માંથી વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ- ૩૨૬ વજન ૬૩ કિલો ૪૫૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડેલ*

મોરબી એસ.ઓ.જી. ટીમ તથા વાંકાનેર તાલુકા પોલીસના સંયુક્ત ઓપરેશનથી વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમ માંથી વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ- ૩૨૬ વજન ૬૩ કિલો ૪૫૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડેલ
તા.૧૩/૦૭/૨૦૨૩
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ, મોરબીનાઓએ નાર્કોટીક્સ પદાર્થનુ વાવેતર અને વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે વાંકાનેર તાલુકાના પોલીસ હેડ કોન્સ. જયેશભાઇ ધનજીભાઇ મણસુરીયા નાઓને ખાનગી બાતમી મળેલ કે, ભીખુભાઇ પોલાભાઇ ડાભી જાતે કોળી રહે. તરકીયા ગામની સીમ તા.વાંકાનેર જી.મોરબી વાળાએ પોતાના કબજા ભોગવટા વાળી વાડીમાં ગેરકાયદેસર વનસ્પતિ જન્ય ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે. તેવી ચોકકસ હકીકત મળેલ હોય જેથી સદરહુ જગ્યાએ શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.ઓ.જી.મોરબી તથા એસ.ઓ.જી.ટીમ તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના શ્રી બી.પી.સોનારા, પો.સબ.ઇન્સ., તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ સાથે રેઇડ કરતા નીચે જણાવેલ ઇસમ વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૩૨૬ વજન ૬૩ કિલો ૪૫૦ ગ્રામ કી.રૂ.૬,૩૪,૫૦૦/- સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-
ભીખુભાઇ પોલાભાઇ ડાભી જાતે કોળી ઉવ.૪૩ ધંધો ખેતીકામ રહે. તરકીયા ગામની પશ્ચિમે આવેલ સીમમાં ઢોરાવાળા નામે ઓળખાતા વાડીમાં તા.વાંકાનેર જી.મોરબી.
પકડાયેલ મુદ્દામાલ :-
વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૩૨૬, વજન કી.રૂ.૬,૩૪,૫૦૦/-
૬૩ કિલો ૪૫૦ ગ્રામ
> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી બી.પી.સોનારા પો.સબ.ઇન્સ. વાંકાનેર તાલુકા પો.સ્ટે. તેમજ એ.એસ.આઇ સબળસિંહ સોલંકી, ફારૂકભાઇ પટેલ તથા પો.હેડ કોન્સ. મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા તથા અશ્વિનભાઇ લોખિલ એસ.ઓ.જી.મોરબી. તેમજ વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના એ.એસ.આઇ. વનરાજસિંહ બાબરીયા તથા પો.હેડ કોન્સ. જયેશભાઇ માણસુરીયા તથા વિઠ્ઠલભાઇ સારદીયા તથા મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભિખુભાઇ વાળા વિગેરે જોડાયેલ

Related posts

*HELLO MORBI:સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું સમસ્ત બ્રહ્મસમાજ તથા પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરના તાલુકાનો ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો શોધી કાઢી ચોરીના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી વાકાનેર તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI NEWS: હળવદના જૂનાધનાળા ગામમાં રહેણાંકના મકાનમાં ચાલતા જુગરધામ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી*

editor

Leave a Comment