• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીવ કોમ્પ્લેક્ષ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતીએસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીવ કોમ્પ્લેક્ષ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી.
તા.૨૫/૦૭/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અંગે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે પીળા કલરનુ આડી લીટી વાળુ ટીશર્ટ તથા વાદળી કલરનુ નાઇટી પેન્ટ પહેરેલ ઇસમ તેનુ નામ ફુલદીપસિંહ જાડેજા રહે.વાધરવા તા.માળીયા જી.મોરબીવાળા છે. તે હાલમા મોરબી માળીયા ને.હા.રોડ ઉપર મહેન્દ્રનગર ગામના પાટીયા પાસે રોડની પુર્વ સાઇડ આવેલ શીવ કોમ્પ્લેક્ષ પાસે ચાલીને આંટાફેરા કરી રહ્યો છે. તેની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ પીસ્ટલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ, સરનામુ :- કુલદિપસિંહ કિશોરસિંહ જાડેજા જાતે દરબાર ઉવ.૩૮ ધંધો ખેતી રહે. વાધરવા તા.માળીયા જી.મોરબી.
પકડાયેલ મુદ્દામાલ :-
ગે.કા.દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂપીયા ૧૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. કે.આર.કેસરીયા તથા શ્રી પો.સબ.ઇન્સ. એમ.એસ.અંસારી એસ.ઓ.જી.મોરબી તથા એ.એસ.આઇ રસીકભાઇ કડીવાર, તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તેમજ પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી આશીફભાઇ રાઉમા તથા ભાવેશભાઇ મીયાત્રા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા માણસુરભાઇ ડાંગર તથા અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા ના ટંકારા ની આર્ય સ્કૂલમાં ઇનોવેશન ફેર ઉજવાયો*

Hello Morbi

*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહિલા ના જનરલ સેક્રેટરીતરીકે ક્રિષ્નાબેન પટેલની નિમણુક*

Hello Morbi

*HELLO MORBI: જોડિયા તાલુકાના મેઘપર તાલુકા શાળામાં જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ.જામનગર અમલિકૃત કૃષિ સિંચાઇ પરિયોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

editor

Leave a Comment