• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સદગત હિંમતલાલ ગોકલાણીની દિવ્ય સ્મૃતિમાં ગૌસેવા હેતુ ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

સદગત હિંમતલાલ ગોકલાણીની દિવ્ય સ્મૃતિમાં ગૌસેવા હેતુ ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન
ડીસા રઘુવંશી લોહાણા સમાજના ખૂબ જ કર્મઠ,જાગૃત,નીડર,નિષ્ઠાવાન,સેવાભાવી કાર્યકર એવા સદગત હિંમતલાલ ગોકલાણીની દિવ્ય સ્મૃતિમાં ગુરૂવારે તેમના નાના ભાઈ લાલાભાઈ ત્રિભોવનદાસ ઠક્કરના માધ્યમથી ચૌધરી છાત્રાલય ખાતે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્રારા 268 મા ગુરૂવારનાં ભજન ગૌસેવા હેતુ રાખવામાં આવ્યાં હતાં.
સદગત હિંમતલાલ ગોકલાણી તેમજ ભેસાણા ગૌશાળાનાં ગૌસેવા સમર્પિત પૂજ્ય સાધ્વી રમાબેનના ગુણાનુવાદ કરી ભગવાનભાઈ બંધુએ બેઉને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.વરસાદી માહોલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ગૌભકતો તેમજ જલારામ ભકતોએ ભજનમાં હાજરી આપી રૂપિયા 35000 (પાંત્રીસ હજાર) જેવી ગૌસેવા અર્પણ કરી હતી.પૂજ્ય જલારામ બાપાનાં ભજન ગાતી બહેનો પૂજાબેન,શિલ્પાબેન,જ્યોતિબેન,ગીતાબેન,નીતાબેન,રીટાબેન,ૠત્વીબેન,ચારૂબેન,કલાબેન,હીરલબેન સહિત સૌએ સાથે મળી જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી ત્રિભોવનદાસ ગોકલાણી પરિવારનું સન્માન કર્યુ હતું.પૂજ્ય જલારામ બાપાના ભજનમાં સહકાર આપવા બદલ લાલાભાઈ ત્રિભોવનદાસ ઠક્કરે સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.આનંદભાઈ પી.ઠકકરે સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ કર્યું હતું.

Related posts

*મોરબી વાવડી રોડ પરના કબીરધામ આશ્રમ ખાતે મોરારીબાપુ અને અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઝુલતાપુલ દુર્ઘટના હોનારત અર્થે શોકાંજલિ કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:તમામ સમાજના આગેવાનો સાથે મળીને નિર્માણ કરીને સંચાલન સંભાળશે. રાજકોટમાં ‘બા’નું ઘર બનશે, આશરો લેનારને અભ્યાસ, તબીબી સારવાર, ગૃહ ઉધોગ, મનોરંજનની સુવિધા મળશે*

editor

*HELLO MORBI: રાજકોટ એસટી વિભાગ તંત્રની અણઆવડતના ભોગ બનતા ફડસર ગામના વિદ્યાર્થીઓ અને પેસેન્જરો*

editor

Leave a Comment