• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO MORBILatest-News

મોરબી મુનનગરમાં પીવાના પાણી વિતરણના ધાંધિયાથી સ્થાનિકો પરેશાન

મોરબી તા 19.મેઘરાજાએ જરૂરત કરતા વધુ મહેર કરી હોવા છતાં તંત્રની અણધડ નીતિને કારણે મોરબી શહેરના વોર્ડ નંબર 9ના મુન નગરમાં પાણી વિતરણ અનિયમિત થતા સ્થાનિકોમાં નારાજગી સાથે રોષ વ્યાપ્યો છે.

મોરબી શહેરના વોર્ડ નંબર 9 સ્થિત મૂનનગરના રહેવાસીઓને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. મોરબી નગરપાલિકાના વૉર્ડનં 9ના વિસ્તાર માં આવેલ મૂનનગર ચોકમાં આવેલ સતવારાના વાડી વિસ્તારમાં તહેવારોના સમયે પીવાના પાણીની વ્યાપક તંગી ઉભી થઇ છે. આ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી કોઈ કારણવશ પાણી વિતરણ કરવામાં આવતું ન હોવાનું સ્થાનિક હિતેશ સતવારાએ જણાવ્યું હતું. સ્થાનિકોને પીવાના તથા ઘર વપરાશ માટેના પાણી માટે કુવા તથા બોરવેલના પાણીનો સહારો લેવો પડી રહ્યો છે. આ અંગે તંત્રને અનેક રજુઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે. હાલ લગ્નસરાની સિઝન પણ શરૂ થવા જઈ રહી હોય પાણીનો વધુ વપરાશ એ સંદર્ભે જરૂરી બન્યો હોય ત્યારે લોકોમાં પીવાના પાણીના નિયમિત વિતરણની માંગ પ્રબળ બની રહી છે.

Related posts

*HELLO MORBI:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આવેલ હોટલ ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ ગેસ્ટહાઉસ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનારને તથા હથિયાર પરવાને ધારકને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment