
કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ વિસ્તાર માં થયેલ મો.સા ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી ચોરી /
ઉઠાંતરી કરેલ આઠ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડતી પાડતી કાઇમ બ્રાન્ચ મોરબી
તા-૨૯/૦૯/૨૦૨૩
શ્રી અશોકકુમાર યાદવ (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબી શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) નાઓએ મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા ડી.એમ. ઢોલ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા શ્રી.કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના મંદ્ર ચંદુભાઇ કાણોતરા PC ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, તેજસભાઇ વિડજા એમ તમામને સંયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરના હિરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક મોડલના મૌસા, સાથે હળવદ તાલુકાના ગોલાસણ ગામમાં ગોલાસણનો રહીશ કરશનભાઇ ભરતભાઇ રાતૈયા (કોળી) આટાફેરા કરે છે જેથી ગોલાસણ ગામે વોચ દરમ્યાન કરશનભાઇ ભરતભાઇ રાતૈયા (કોળી) રહે. ગોલાસણ તા. હળવદ વાળો નંબર પ્લેટ વગરના હિરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક મોડલના મો.સા. સાથે મળી આવતા તેને રોકી તેની પાસે મો.સા.ને લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા મજકૂરને વધુ સઘન પુછપરછ કરતા પોતાના સાગરીતો સાથે મળી છેલ્લા ત્રણેક માસ માં ગાંધીધામ તથા તેની આજુબાબજુના વિસ્તાર માંથી બીજા સાત મોટરસાયકલોની ચોરી કરી પોતે ગોલાસણ ગામની સીમ વિસ્તારમાં સંતાડેલ હોવાની કબુલાત આપતા તમામ આઠેય મોટરસાયકલ હસ્તગત કરી પોકેટકોપ એપ્લીકેશનની મદદથી એન્જીન/ચેસીસ નંબર ઉપરથી વાહન સર્ચ કરતા આઠ મોટર સાયકલો પૈકી બે મો.સા. કચ્છ જીલ્લાના અંજાર તથા ગાંધીધામ સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે ત્રણ ગુના રજી. થયેલ છે આમ મજકુર તથા તેના સાગરીતોએ અંજાર, ગાંધીધામ આજુબાજુના વિસ્તાર માંથી ચોરી, છળ કપટ કે ઉઠાંતરી કરી મેળવેલ હોવાનું જણાઇ આવતા હાજર મળી આવેલ મજકુર ઇસમને સી.આર.પી.સી.૭.૪૧(૧)ડી. મુજબ હસ્તગત કરી તેની પાસેથી મળી આવેલ નીચેની વિગતના મોટર સાયકલ નંગ-૦૮ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ના કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમનું નામ સરનામુઃ-
કરશનભાઇ ભરતભાઇ રાતૈયા ઉવ-૨૪ રહે.ગોલાસણ રાજબાઇ માતાના મંદિર સામે, તા હળવદ જિ. મોરબી
પકડાવાના બાકી ઇસમોના નામ સરનામા:-
(૧) અમીત જગદિશભાઇ ઉકેડીયા
૨) કિરણ મનુભાઇ સુરેલા
૩) દિક્ષિત ઉર્ફે કાનો રાયધનભાઇ સુરેલા રહે. ત્રણેય ગોલાસણ તા. હળવદ (૪) આદર્શ ઉર્ફે આદુ દેવાભાઇ ઉર્ફે ચકુભાઇ ધણોજા રહે. માટેલ તા. વાંકાનેર
૫) વિશાલ ભીમજીભાઇ આતરેસા રહે. મુળ ગાંધીધામ હાલ કાલીકા પ્લોટ, મોરબી પકડાયેલ મુદામાલની વિગત –
01 HERO SPLENDOR PLUS XTECH કાળા કલરનું મેગ વ્હીલ વાળુ નવા જેવુ છે નંબર પ્લેટ વગરનું
CH.NO.MBLHAW173N5G51408 ENG.NO. HA11EAN5627404 વાળા કિ,રૂ, ૫૦,૦૦૦/- 02 HERO SPLENDOR PLUS કાળા કલર લાલ બ્લુ પટ્ટા વાળુ મેગ વ્હીલ વાળુ નંબર પ્લેટ વગરનું CH,NO.MBLHAW097K5L15210 ENG.NOAAGK5L8119 વાળા કી.રૂ. ૪૦,૦૦૦/-
03 HERO SPLENDOR PLUS કાળા કલરનું પીળા લાલ પટ્ટા વાળુ સાદા વ્હીલ વાળુ નબર પ્લેટ વગરનું CH.NO.MBLHA10ALFH63983 ENG.NO.HA10EFA33509 વાળા કી.રૂ. ૪૦,૦૦૦/-
04 HERO SPLENDOR PLUS આખુ કાળા કલરનુ મેગવ્હીલ વાળુ મો.સા. નંબર પ્લેટ વગરનું CH.NO. અવાચ્ય ENG. NO. HA10AHK 5J07078 વાળા કી.રૂ. ૩૦,૦૦૦/-
05 HERO PESSION PRO મોડલનું કાળાકલરનુ મેગ વ્હીલ વાળુ આર.ટી.ઓ રજી.નંબર GJ 03 KE 9113 વાળા CH.NO.MBLHAR180H5L04226ENG.NO.HA10ACH5L04488 વાળા કી.રૂ. ૪૦,૦૦૦/-
06 HERO CD DELUXE HF કાળા કલરનું જે મેગ વ્હીલ વાળુ મો.સા નંબર પ્લેટ વગરનું CH.NO.MBLHAW282P5C51513 ENG.NO.HA11ECP5C01537 વાળા કી.રૂ. ૩૦,૦૦૦/-
07 HERO SPLENDOR PLUS કાળા કલર લાલ બ્લુ પટ્ટા મેગ વ્હીલ વાળુ આર.ટી.ઓ રજી. નંબર GJ 12 EP 7088 CH.NO.MBLHAW113N5G11888 ENG.NO.HA11EVN5G56770 વાળા કી.રૂ. ૪૦,૦૦૦/-
08 HERO CD DELUXE HF મોડલનું બ્લુ-ગ્રે પટ્ટા મેગ વ્હિલ વાળુ આર.ટી.ઓ. રજી.નં GJ 12 CL 1828 CH.NO.MBLHA 1 ALF 9B21381 ENG.NO.HA11EJF9B27674 વાળા કી.રૂ. ૩૦,૦૦૦/-
જાહેર જનતા જોગ અપીલ :- આપ આપનું કિમતી મોટર સાયકલ કોઇ પણ જગ્યાએ પાર્ક કરો ત્યારે મોટર સાયકલને હેન્ડલ લોક અચૂક કરવો તેમજ રાત્રીના સમય શકક્ષ્ય હોય તો મોટર સાયકલ સુરક્ષીત જગ્યાએ પાર્કીંગમાં પાર્ક કરી લોક કરવુ આપ ની સાવધાની આપના વાહનની સલામતી કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી,એન.એચ. ચુડાસમા,શ્રી કે.એચ.ભોચીયા, શ્રી, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.
