• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામની સીમમાં એક્ટીવા માં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામની સીમમાં એક્ટીવા માં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪ કી.રૂ.૭,૨૦૦/- ની હેરાફેરી કરતા ઇસમને એક્ટીવા સહીત કુલ કીં.રૂ.૪૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ
પોલીસ મહાનીરીક્ષકશ્રી, રાજકોટ વીભાગ,રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ રાજકોટ રેન્જના તમામ જીલ્લામાં પ્રોહી. તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ પ્રોહી. જુગાર ની વધુમાં વધુ સફળ રેઇડો કરવા સુચના કરેલ હોય તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓ તરફથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તેવી કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મોરબી વિભાગ,મોરબી શ્રી પી.એ.ઝાલા સાહેબ તથા સી.પી.આઇ.શ્રી,વાંકાનેર શ્રી વી.પી.ગોલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ. બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ. વીજયભાઇ ડાંગર નાઓને મળેલ સંયુક્ત હકીકત આધારે વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામની સીમ,ફીડર પાસેના કાચા રસ્તા પર થી હોન્ડા એક્ટીવા ૬જી રજી.નં.GJ-36-AE-6685 વાળામાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૨૪ કી.રૂ.૭,૨૦૦/- ની હેરાફેરી કરતા ઇસમને પકડી પાડી એક્ટીવા સહીત કુલ કી.રૂ.૪૭,૨૦૦/- નો મુદ્દામાલ મળી આવતા મજકુર આરોપી સામે પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજી. કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આમ વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમને પ્રોહી. અંગેનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આરોપીના નામ
(૧) ધનજીભાઇ નરશીભાઇ વીઠ્ઠલાપરા જાતે કોળી રહે હાલ-થાનગઢ મુળ ગામ-સીંધાવદર તા.વાંકાનેર
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) વાઇટ લેસ વોડકા,ઓરેન્જ ફ્લેવર ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪ કી.રૂ.૭,૨૦૦/- (૨) હોન્ડા એક્ટીવા ૬જી રજી.નં.GJ-36-AE-6685 કી.રૂ.૪૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબઇન્સ. બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ મયુરધ્વજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા તથા રવીભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર તથા અનાર્મ લોકરક્ષક અજયસિંહ ઝાલા નાઓ રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI:મોરબી: ચૈત્રી નવરાત્રી ના પાંચમા નોરતે ધકકાવારી મેલડી માતાજીના મંદિરે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વડોદાર શહેરના અકસ્માતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી*

editor

*જામનગરના લાલપુર ગામ પંચાયતના કારોબારી સભ્ય રફિકભાઈ હાલેપોત્રા નું નાનો પરિચય મોટો પ્રકાશ સેવા કાર્ય*

Hello Morbi

Leave a Comment