• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બેલા ગામની સીમ, ખોખરા હનુમાનરોડ ઉપર બનેલ અનડિટેકટ ખુનનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેકટ કરી કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ કિશોરોને હસ્તગત કરતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

બેલા ગામની સીમ, ખોખરા હનુમાનરોડ ઉપર બનેલ અનડિટેકટ ખુનનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેકટ કરી કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ કિશોરોને હસ્તગત કરતી ક્રાઇમ બ્રાંચ મોરબી.
તા.૦૪/૧૨/૨૦૨૩ ગઇ તા.૦૩/૧૨/૨૦૨૩ ના વહેલી સવારના સમયે મરણ જનાર અંબરીસ સ./ઓ. નારાયણ સરકાર રહે. મુળ ધરમપુર, તા ધોરાડુંગરી જી. બૈતુલ (મધ્યપ્રદેશ) હાલ રહે. ફયુઝન ગ્રેનાઇટો ફેકટરી લેબર કોલોનીમાં બેલાગામની સીમ, તા.જી. મોરબી વાળાને બેલાગામની સીમ, ખોખરા હનુમાજી મંદિર રોડ, ફયુઝન ગ્રેનાઇટો પાસે તા.જી. મોરબી વાળો કુદરતી હાજતે ગયેલ હોય જેને કોઇ અજાણ્યા માણસોએ કોઇ અગમ્ય કારણોસર છાતીના નીચેના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી ગંભીર ઇજા કરેલ હોય જે સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય જે ગુનો તા. ૦૩/૧૨/૨૦૨૩ ના કલાક ૦૬/૦૦ વાગ્યાની આસપાસ બનેલ હોય જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેઅજાણ્યા ઇસમ વિરૂધ્ધ મરણ જનાર ના ભાઇ ફરીયાદીશ્રી રાજીવ નારાયણ રાજક્રિષ્ન સરકાર (રાજપૂત) રહે. રહે. મુળ ધરમપુર, તા ધોરાડુંગરી જી. બૈતુલ (મધ્યપ્રદેશ) હાલ રહે. ફયુઝન ગ્રેનાઇટો ફેકટરી લેબર કોલોનીમાં બેલાગામની સીમ, તા.જી. મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન “ એ ” પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૫૨૩૨૧૬૭/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૩૦૨ તથા જી.પી.એ.ક.૧૩૫ મુજબનો ગુનો તા.૦૩/૧૨/૨૦૨૩ ના કલાક ૧૬/૦૦ વાગ્યે જાહેર કરેલ હોય જે અન ડિટેકટ ગુનાની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી. કે.એ.વાળા નાઓ ચલાવે છે.
આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા બાબતે શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ શ્રી રાહુલ ત્રિપાઠી, પોલીસ અધિક્ષક મોરબીનાઓની સુચના કરતા પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાઓની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.એમ.વ્યાસ તથા પો.સબ.ઇન્સ.શ્રી.એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ.
આ કામે બનાવ તા.૦૩/૧૨/૨૦૨૩ નારોજ વહેલી સવારના ૦૬/૦૦ વાગ્યે બનેલ હોય જેથી બનાવ સ્થળની વિઝીટ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ મારફતે આરોપીઓ બાબતે તપાસ કરતા હતા તે દરમ્યાન મોરબી એલ.સી.બી. સ્ટાફના માણસોને ચોકકસ ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, મરણ જનાર પાસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો મોબાઇલફોન લુંટ કરવાના ઇરાદે તેને આતરી તેની સાથે ઝપાઝપી કરેલ જેથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે છરીનો એક ઘા મરણજનારના છાતીના નીચેના ભાગે મારેલ હોય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. તેવી ચોકકસ હકિકત મળેલ જે મળેલ હકિકત આધારે ઉપરોકત બાબતે તપાસ કરતા મોરબી વીસીપરા થી અમરેલી રોડ ઉપરથી કિશોરોને હસ્તગત કરવામાં સફળતા મળતા જે ત્રણેયને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલ ઉપરોકત કિશોરો આ કામે મરણજનાર પાસેથી તેઓ મોબાઇલફોન લુંટવાની કોશિષ કરતા મરણજનારે પ્રતિકાર કરતા છરીનો એક ઘા મરણજનારના છાતીના નીચેના ભાગે મારતા મરણ જનારને ગંભીર ઇજા થયેલ હોય જેથી ત્રણેય કિશોરો ત્યાંથી મો.સા. લઇને નાસીભાગી ગયેલ હોવાની કબુલાત આપતા મજકુર ત્રણેયને
હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે. ના વણશોધાયેલ ખુનનો ગુનો ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં
એલ.સી.બી. મોરબીને સફળતા મળેલ છે.
કબ્જે કરેલ મુદામાલની વિગત :-
૧) ગુનામાં વપરાયેલ મો.સા. કિ.રૂ. ૨૫,૦૦૦/-
(૨) મોબાઇલફોન નંગ-૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩૫,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-
શ્રી. એચ.એમ.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી PSI શ્રી, એન.એચ.ચુડાસમા, શ્રી, કે.એચ.ભોચીયા, શ્રી, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ સ્ટાફ મોરબીનાઓ કામાગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા*

editor

*શાંતિધામ ડીસા ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલ સરકારી દવાખાનું*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના ક્રિકેટ કોચની લીજેન્ડ ક્રિકેટ ટ્રોફીના ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુક કરાઈ*

editor

Leave a Comment