• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાનેમોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ*

જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડિેસેમ્બર માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વેશ્રી કાન્તીભાઇ અમૃતિયા, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આંગણવાડીના મકાન ફાળવણી, શિક્ષકની ભરતી, જમીન દબાણ, વિચરતી જાતીને જમીન વહેંચણી, સ્ટ્રીટ લાઈટ, પેટા કેનાલ, ગૌચરના રસ્તા પર દબાણ, જી.આઈ.ડી.સી.ના બાંધકામ, પાણી સહિતના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

સર્વે ધારાસભ્યશ્રીઓએ અધિકારીશ્રીઓને એક સૂરમાં વિકાસ કાર્યોમાં સક્રિય સહભાગી થવા અને નિયમોનુસાર કામગીરી કરવા અપીલ કરી ભારત દેશને આગામી ૨૦૪૭માં વિકસીત રાષ્ટ્ર બનાવવા પોતાનો સહયોગ આપવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશિલ પરમાર, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશિયા, સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો અને કચેરીઓના અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:ડીસા જલારામ મંદિર ખાતે લોહાણા પ્રતિભાઓનું કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

editor

*HELLO MORBI:વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં થરા જલારામ મંદિર દ્રારા પ્રેરણાદાયી ભોજન સેવા શરૂ કરાઈ*

editor

*જોડીયા ગામે માં નવદુર્ગા સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢી મહા આરતીનું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment