• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુનાવિસ્તારમાં ૧ લી જાન્યુઆરીથી ૨૯ ફેબ્રુઆરી સુધી પ્રવેશબંધી*

પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ શહેર યુનિટ ખાતેના પોલીસ અધિકારીશ્રી /કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૦૧-૦૧-૨૦૨૪ થી તા.૨૯-૦૨-૨૦૨૪ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૦૧-૦૧-૨૦૨૪ થી તા.૨૯-૦૨-૨૦૨૪ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.
(હેમાંશુ પોપટ દ્વારા)

Related posts

*શ્રી રામ ગૌ સેવા સમિતિ લાખણી દ્રારા જલિયાણ ગૌશાળા ડીસાને ગોળ અર્પણ કરાયો*

Hello Morbi

*વાંકાનેર તાલુકાના હસનપરમાં ભરવાડ સમાજના પક્ષીપ્રેમી ધીરુભાઈ સાટકા ની સેવા ના શુરૂ છેલ્લા બે વરસથી સીમ વાડી વિસ્તારમાં ગુંજીયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒,:જોડિયા તાલુકાની હુનર શાળામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ કાર્યક્રમની ઉજવણી કરાઈ*

editor

Leave a Comment