• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ સનફીલ્ડ સીરામીકના સેડમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને રોકડા રૂપીયા, મોબાઇલ સહીત કુલ ૩-૧,૫૬,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ સનફીલ્ડ સીરામીકના સેડમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને રોકડા રૂપીયા, મોબાઇલ સહીત કુલ ૩-૧,૫૬,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૦૪/૦૮/૨૦૨૩ શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના પો.હેડ.કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયાને અગાઉથી હકિકત મળેલ કે, ધર્મેશભાઇ જગજીવનભાઇ પટેલ રહે. શનાળા બાયપાસ રોડ, યદુનંદન સોસાયટી મોરબી વાળાએ મોરબી જુના ઘુંટુ રોડ મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ જુના સનફીલ્ડ સીરામીકમાં ભાડેથી સેડ રાખી સેડના પાછળના ભાગે ટાઇલ્સના બોકસની આડસ કરી તેમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૧,૨૧,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ મળી કુલ કી.રૂ. ૧,૫૬,૫૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામાં
૧. ધર્મેશભાઇ જગજીવનભાઇ કૈલા ઉ.વ.૪૧ રહે, શનાળા બાયપાસ યદુનંદન સોસાયટી મોરબી
૨. કમલેશભાઇ કરશનભાઇ વરસડા ઉં.વ. ૪૮ રહે. નરસંગ ટેકરીની બાજુમાં પ્રયાગ એપાર્ટમેન્ટ ૩. ચેતનભાઇ મગનભાઇ કાસુન્દ્રા ઉ.વ. ૩૮ રહે. રવાપર રોડ, ગોકુલનગર કલ્પસર એપાર્ટમેન્ટ
૪. અલ્પેશભાઇ હરીભાઇ વસાણીયા ઉ.વ.૪રરહે. મોરબી આલાપ રોડ, ખોડીયારપાર્ક સોસાયટી
૫. અશ્ર્વિનભાઇ છગનભાઇ કાવર ઉ.વ. ૫૦ રહે. બાયપાસ રોડ, સતનામ એપાર્ટમેન્ટ
૬. રાજેશભાઇ પ્રાગજીભાઇ કાસુન્દ્રા ઉ.વ.૫૧ રહે. રવાપર રોડ, અનુપમ સોસાયટી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતો

Related posts

*HELLO MORBI:વિદેશ ઉચ્ચ અભ્યાસર્થે જતી ડીસાની કાજલ માધવાણીને પૂજ્ય જલારામ બાપાના ભજન થકી શુભેચ્છાઓ પાઠવવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સમસ્ત કોળી સમાજ દ્વારા તારીખ ૬ જુલાઈ એ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

*HELLO MORBI:નાની વાવડી ગામની પાછળ વજેપર ગામની સીમમાં જાહેર ખરાબા મા જુગાર રમતા આઠ જુગારી ને ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment