• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ૧૭ જાન્યુઆરીના રોજ માળીયા(મીં) ખાતેઔદ્યોગિક ભરતીમેળો*

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૭-૦૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, ચાચાવદરડા–પીપળીયા ચોકડી, માળીયા(મીં) હાઇવે, આઇ.ટી.આઇ. માળીયા(મીં) ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી: આવતીકાલે મહાશિવરાત્રીના પર્વને લઈને સીધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાશે*

editor

Breaking news COVID-19 update for મોરબી

Hello Morbi

*HELLO MORBI: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજના વિષયક સેમીનાર યોજાયો*

editor

Leave a Comment