• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાનેમોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ*

જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જાન્યુઆરી માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓ દ્વારા સો ચોરસ વાર પ્લોટની ફાળવણી, જમીન-મહેસૂલી પ્રશ્નો, પીવાના પાણીની સમસ્યા, મનરેગા યોજના હેઠળ થયેલી કામગીરી, જમીન દબાણ, દૂધ ઉત્પાદક સંઘ અને મંડળીઓ, જીઆઇડીસી, ખૂટતા સબ સેન્ટર, મકાન વિહોણી આંગણવાડીઓ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના રોડના પ્રશ્નો, જમીન રે સર્વે અંગેની વાંધા અરજીઓ તેમજ હળવદ અમદાવાદ ખાસ બસ શરૂ કરવી સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા
.આ તમામ પ્રશ્નો અંગે સમીક્ષા કરી જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા દ્વારા સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યસર્વશ્રી કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા અને જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુબોધકુમાર દુદખીયા અને એન.ડી. કુગસીયા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ કોલેજના ના તમામ પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ નું આયોજન કરાયુ હતું*

editor

*HELLO MORBI:કચ્છ આમતક દૈનિક અને આમતક ટીવી ન્યુઝ ચેનલના તંત્રી અને ઓનર્સ વિજયભાઈ ઘેલાણીનો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐑𝐓𝐎 મોરબી દ્વારા આજ રોજ લાલપર પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment