• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના રંગપર ગામની સીમ, વાટેરો સિરામીક પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના રંગપર ગામની સીમ, વાટેરો સિરામીક પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને ગણનાપાત્ર રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ, રમેશભાઇ મુંધવા નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ વાટેરો સિરામીક પાસે જાહેરમાાં સ્ટ્રીટ લાઇટના અંજાવાળે ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા ફૂલ-૦૯ ઇસમોને રોકડ રૂ.૨૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :-
1) મહેશકુમાર રઘુવિર પ્રસાદ નિસાદ જાતે.નિસાદ ઉ.વ.૩૨, રહે. મઢાપુર, જી.ઓરૈયા, ઉત્તરપ્રદેશ
2) બ્રજેશ નન્હા અહિવાર જાતે અહિરવાર ઉ.વ.૨૬, રહે. સિંગપુર, જી.સાગર, જી.મધ્યપ્રદેશ
3) સીતાશરણ શ્રીરામસ્વરૂપ નિસાદ ઉ.વ.૨૪, રહે. કલુવાતાલા, દોરાહત તા.ભોગનાપુર, જી.કાનપુર, ઉત્તરપ્રદેશ
4) રામનરેશ મુલચંદ નિસાદ ઉ.વ.૨૯, રહે. મડાપુર, તા.ઓરૈયા, જી.ઓરૈયા, ઉત્તરપ્રદેશ
5) રાજેશકુમાર શ્યામબિહારી યાદવ ઉ.વ.૩૫, રહે. સોહની પટ્ટી, વોર્ડ નં.૨૧, જી.બકસર, બિહાર
6) રાજકુમાર બિરેન્દ્ર નિસાદ ઉ.વ.૩૦, રહે. ગડાકાસદર, તા.ચકનનંગા, જી.ઇટાવા, ઉત્તરપ્રદેશ
7) શિવમ દાલચંદ નિસાદ ઉ.વ.૨૫, રહે. મડાપુર, તા.ઓરૈયા, જી.ઓરૈયા, ઉત્તરપ્રદેશ,
8) ધર્મેન્દ્રકુમાર સંતોષકુમાર નિસાદ ઉ.વ.૨૫, રહે. મડાપુર, તા.જી.ઓરૈયા, ઉત્તરપ્રદેશ 9) રવિકુમાર તેજાસાહ શાહ ઉ.વ.૨૪, રહે. બિલાઉ, તા.સિકડોલક, જી.બકસર, બિહાર
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૨૪,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા
એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા કેતનભાઇ અજાણા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા કુલદિપભાઇ કાનગડ તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*મોરબી ઝુલતાપુલની દુર્ઘટનામાં એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ રાજકોટ થી મોરબી સેવા આપવા પહોંચી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના આમરણ મુકામે સંત શ્રી ભીમ સાહેબ ની જગ્યામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે*

editor

*HELLO MORBI:ઝેરડામાં નવીન શાંતિધામ-સ્મશાન ભૂમિના નિર્માણ માટે યોજાઈ સફળ મીટીંગ*

editor

Leave a Comment