• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મહેન્દ્રનગર તક્ષશિલા વિદ્યાલય ના પટરાગણ માં 75 માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ શ્રી હરેશભાઈ બોપલીયાના વરદ હસ્તે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ*

મોરબી તા ૨૬ આજ રોજ શ્રી તક્ષશિલા વિદ્યાલય-મહેન્દ્રનગર ના પટાંગણ માં 75 માં પ્રજાસતાક પર્વ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સિરામિક એસોસિએશન ના પ્રમુખ શ્રી હરેશભાઈ બોપલીયાના વરદ હસ્તે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ. આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં શાળાના વિદ્યાર્થી દ્રારા સામાજીક, રાષ્ટ્રભક્તિ,અને ધાર્મિકતા સાથેના પ્રોગ્રામો રજૂ કર્યા હતા. વિશેષ માં બાળકો દ્રારા આબેહુબ રામાયણ પાત્રો ભજવીને સંપુર્ણ રામાયણ રજુ કરવામાં આવી હતી અને વાતાવરણ રામમય બની ગયુ હતુ. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન કૃતિ બાળકો દ્રારા રજુ થઇ હતી જેને ભારે ઉતેજના જગાવી હતી અને સ્વચ્છ ભારત અભ્યાન નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. કાર્યકર્મ ને અંતે રમત-ગમત ક્ષેત્રે અનેરી સિધ્ધી હાંસલ કરવા બદલ વિધાર્થીઓને શિલ્ડ દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ના અતિથી અશ્વિનભાઇ દેત્રોજા, હરજીવનભાઇ વરમોરા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના આચાર્ય શૈલેષભાઇ કુંડારીયા, સંચાલક દિનેશભાઇ ગોસાઇ અને શાળા ના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી ને કાર્યક્રમ પુરા હર્ષોઉલ્લાસ સાથે ઉજવ્યો હતો.

Related posts

*જોડીયા કોંગી અગ્રણીઓ દ્વારા સ્વ રાજીવગાંધી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

Hello Morbi

*જોડિયા કોર્ટ દ્વારા પત્ની નું ભરણ પોસણ ના ભરવાના કેસમાં પતિ ને 750 દિવસ ની જેલની સજા ભોગવવાનો હુકમ ફરમાવતી જોડિયા કોર્ટ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા ખાતે સાધુ બ્રાહ્મણ તેમજ દશનામી સમાજ દ્વારા સમૂહ ભોજન તેમજ સ્નેહ મિલનનો કાર્યક્રમ હર્ષો ઉલ્લાસ સાથે સંપન્ન*

editor

Leave a Comment