• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નેશનલ હાઈવે ઉપર જાહેરમા ફટાકડા ફોડી બર્થ-ડે સેલીબ્રેશનકરતા ઈસમોને પકડી પાડી કાયદાનુ ભાન કરાવતીવાંકાનેર સીટી પોલીસ*

નેશનલ હાઈવે ઉપર જાહેરમા ફટાકડા ફોડી બર્થ-ડે સેલીબ્રેશન
કરતા ઈસમોને પકડી પાડી કાયદાનુ ભાન કરાવતી
વાંકાનેર સીટી પોલીસ
પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતીઓ દુર કરવા તેમજ સોસીયલ મીડીયા ઉપર વાંકાનેર પંથકનો નેશનલ હાઈવે ઉપર ફટાકડા ફોડી લોકોમા ભયનુ વાતાવરણ ઉભુ કરતો બર્થ-ડે સેલીબ્રેશનનો વિડીયો વાયરલ થયેલ હોય જે ઈસમોની તાત્કાલીક શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ એચ.વી.ઘેલા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સ્ટાફના માણસોએ વાંકાનેર પંથકનો બર્થ-ડે સેલીબ્રેશનનો વિડીયો જોઈ સ્થળ તેમજ વ્યક્તિઓની ઓળખ કરી તાત્કાલીકના ધોરણે તમામ ઈસમો વિરુધ્ધ વાંકાનેર સીટી પોસ્ટે એ પાર્ટ ગુરનં-૦૨૮૨/૨૦૨૪ આઇ.પી.સી. કલમ. ૨૮૩, ૨૮૬,૩૩૬,૧૧૪ તથા એમ.વી.એકટ કલમ-૧૨૨ મુજબ ગુન્હો રજીસ્ટ્રેશન કરાવી ગણતરીની કલાકોમા આરોપીઓ ને પકડી પાડી કાયદેસરની કાર્રવાહી કરી કાયદાનુ ભાન કરાવેલ છે.

પકડાયેલઈસમ(આરોપી):-
૧) બુરહાનુદીન તૈયબઅલી મલકાની/વોરાજી ઉ.વ.૨૬ રહે. વોરાવાડ શેરી નં.૪ વાંકાનેર જી.મોરબી
૨) હુશેન ઉર્ફે બાજી સબીરભાઇ હાથી/વોરાજી ઉ.વ.૨૮ રહે. વોરાવાડ શેરી નં.૪ વાંકાનેર જી.મોરબી
(૩) અમીરભાઇ મુસ્તાકભાઈ તાજાણી/વોરાજી ઉ.વ.૩૧ રહે. વોરાવાડ શેરી નં.૪ વાંકાનેર જી.મોરબી
૪) અજીજભાઇ મુસ્તુભાઇ સરાવાલા/વોરાજી ઉ.વ.૨૭ રહે. વોરાવાડ શેરી નં.૬ વાંકાનેર જી.મોરબી

– કબ્જે કરેલમુદ્દામાલ:-
ટોયોટા કંપનીની ફોરચ્યુનર કાર રજી.નંબર-GJ-03-MH-5300 કી.રૂ.૩૫૦૦,૦૦૦/-
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ઘેલા તથા એ.એસ.આઈ નારણભાઈ લાવડીયા તથા પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર તથા હરપાલસિંહ પરમાર તથા રવિભાઈ લાવડીયા તથા માલાભાઈ ગાંગીયા તથા ધર્મરાજભાઈ ગઢવી નાઓ જોડાયેલ હતા.

Related posts

*મોરબી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભાજપમાં બળવો*

Hello Morbi

*પાટણ રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી નારણભાઈ ઠકકરનાં ધર્મપત્ની કમળાબેનનું થયેલ દુ:ખદ અવસાન*

Hello Morbi

*HELLO MORBI:વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment