• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા માં કોઈ પણ લોકો ના ઘર માં સ્માર્ટ મીટર ઇલે.કંપની નાખશે તો તેનો પ્રજા ને સાથે લઈ વિરોઘ કરવા માં આવશે: કોંગ્રેસ*

*મોરબી જિલ્લા માં કોઈ પણ લોકો ના ઘર માં સ્માર્ટ મીટર ઇલે.કંપની નાખશે તો તેનો પ્રજા ને સાથે લઈ વિરોઘ કરવા માં આવશે*
………………………………………………..
*હાલ ગુજરાત માં લોકસભા ની ચૂંટણી પૂર્ણ થતાં ભાજપ ની સરકાર જી. ઈ.બી.સાથે મળી સરકાર ના મિત્ર ને કમાવી દેવા ના ભાગ રૂપે સ્માર્ટ મીટર નાખી નફો રળી લેવા નું કામ કરી રહેલ છે*
*લોકો ને રોજગાર આપવા માં સરેઆમ નિષ્ફળ ગયેલ ભાજપ સરકાર પ્રજા ને લૂંટવા માટે નવા નવા ગતકડાં કરી પ્રજા ને પરેશાન કરી રહેલ છે*
*જી. ઇ. બી દ્વારા ઘરે ઘરે ફરી પરાણે લોકો ના ઘર માં સ્માર્ટ મીટર મૂકવા ની કામગીરી થય રહેલ છે તે ગેર કાયદેસર છે કારણ કે પાવર વાપરવો હોય તો એડવાન્સ પૈસા ભરી રિચાર્જ કરાવો તોજ પાવર વાપરવા મળે તે ગેર કાયદેસર છે વસ્તુ ખરીદી એ ત્યાર બાદ જ પૈસા ચૂકવવા ના હોય એના બદલે જી. ઇ.બી પહેલા પૈસા બાદ માં પાવર આપવા માંગે છે તે વ્યાજબી નથી તેવી જ રીતે આ સ્માર્ટ મીટર ને કારણે બેરોજગારી ઓન વઘશે કારણ મીટર રીડર તેમજ જી. ઇ . બી ના કલેક્શન કરતા લોકો ને પણ નોકરી માંથી છુંટા કરવા પડે તેથી લોકો માં બેરોજગારી પણ વઘશે અને પાછા આ સ્માર્ટ મીટર પણ ખામી યુક્ત મીટર છે પહેલા લોકો ને બે મહિના નો પાવર વપરાશ 3 હજાર રૂપિયા હતો અને આ સ્માર્ટ મીટર લગાવવા થી 3 હજાર ના બદલે આ સ્માર્ટ ની મીટર થી 20 દિવસ માં 3 હજાર રૂપિયા નો પાવર વપરાશ બતાવવા માં આવે છે આમ મીટર માં ખામી રાખી પ્રજા પાસે થી વઘારે પૈસા ની લૂંટ કરવા માં આવી રહેલ છે ત્યારે આવા સ્માર્ટ મીટર મોરબી જિલ્લા માં કોઈ પણ વિસ્તાર માં નાખવા માં ના આવે અને જો દબાણ કરી નાખવા નો પ્રયત્ન કરવા માં આવશે તો પ્રજા ને સાથે લઈ આંદોલન કરવા માં આવશે અને આવા પ્રજા ના પૈસા લૂંટવા ના ઇરાદા વાળા મીટર નાખવા દેવા માં નહી આવે જેની ગભિર નોંધ જી. ઇ.બી અને સરકારે લેવી તેમ મહેશ રાજ્યગુરુ પૂર્વ પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ સમિતિ તેમજ રમેશ રબારી પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ની પ્રેસ યાદી જણાવે છે*

Related posts

*HELLO MORBI:મોરબી નગર પાલિકાના અનેક વિસ્તારોમાં રોડ પેચ વર્ક સાફ સફાઈ તેમજ દવા છંટકાવવાની કામગીરી કરાઈ*

editor

*મોરબી જિલ્લા ભાજપમાં કિશાન અને લઘુમતી મોરચામાં નવા હોદ્દેદારોની નિમણૂક*

Hello Morbi

*સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા મોરબી જનતા ક્લાસીસ નુ ઝળહળતુ પરિણામ*

Hello Morbi

Leave a Comment