• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:એક જ દિવસમાં ત્રણ કરપટેડ અધિકારીઓ ને સજા ફટકારતી મોરબી કોર્ટ*

મોરબી : મોરબીની અદાલતમાં આજે અનોખો ઇતિહાસ રચાઈ ગયો છે, મોરબીના સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા હળવદ તાલુકાના ત્રણ અલગ અલગ લાંચ કેસમાં તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી સહીત ત્રણ લાંચિયા બાબુઓને ચાર-ચાર વર્ષની કેદ અને 20-20 હજારનો દંડ ફટકારતો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રથમ કેસમાં ફરિયાદી રમેશભાઈ પ્રેમજીભાઈ ફૂલતરીયા રહે.પ્રતાપગઢ તા.હળવદ વર્ષ 2008માં મયુરનગરમાં આવેલ ખેતીની જમીનનો દાખલો કાઢી આપવા મામલે તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાએ 500 રૂપિયાની લાંચ માંગતા એસીબીમાં ફરિયાદ કરતા લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા બાદ આ અંગેનો કેસ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધની અદાલતમાં ચાલી જતા નામદાર કોર્ટે 7 મૌખિક અને 25 દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલો ધ્યાને લઈ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા આરોપી તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાને 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

જયારે બીજા કેસમાં વર્ષ 2009માં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા વિપુલભાઈ રાજેન્દ્રભાઇ ભોરણીયાએ વારસાઈ એન્ટ્રીની કામગીરી માટે જતા તલાટી કમ મંત્રી જગદીશભાઈ નવનીતભાઈ ભટ્ટે 14 હજાર લાંચ માંગી બાદમાં 12 હજારમાં નક્કી કરી લાંચ પેટે 6000 સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ જતા આ અંગેનો કેસ ચાલી જતા 6 મૌખિક અને 33 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલો બાદ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.
ઉપરાંત ત્રીજા કેસમાં વર્ષ 2013માં હળવદના રહેવાસી આશિષ કુમાર રામભાઈ પટેલને હળવદ તાલુકા પંચાયતમાં ઝેરોક્ષનો કોન્ટ્રાકટ મળ્યા બાદ કોન્ટ્રાકટ પૂરો થતા ડિપોઝીટની રકમ પરત મેળવવા જતા તાલુકા વિકાસ અધિકારી મુકુન્દરાય લક્ષ્મીશંકર પાણેરી રહે.રાજકોટ વાળાએ રૂપિયા 2000ની લંચ માંગતા એસીબીમાં ફરિયાદ કર્યા બાદ આરોપી છટકામાં આવી જતા આ કેસ ચાલી જતા અદાલતે છ મૌખિક અને 18 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલો ધ્યાને લઈ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

Related posts

*HELLO MORBI:પરોપકારી તેમજ સેવાભાવી સ્વભાવના જાજરમાન વ્યક્તિ લોલાડા/ડીસા FC/ગાંધીનગરના જસવંતલાલ નારણલાલ ઠકકરની અણધારી વસમી વિદાય*

editor

*HELLO MORBI:નવયુગ સંકૂલ વીરપરના વિદ્યાર્થીઓ SGFI શાળાકીય રમતોત્સવમાં રાજ્યકક્ષાએ રમવા જશે*

editor

*જોડીયા તાલુકાના હડીયાણા ગામના શિક્ષકો ઉપસ્થિત રહ્યા*

Hello Morbi

Leave a Comment